Kangana Ranaut News: કંગના રનૌતને એરપોર્ટ પર CISFની મહિલા જવાને લાફો માર્યો

Gujarat Tak

06 Jun 2024 (अपडेटेड: Jun 6 2024 5:49 PM)

Kangana Ranaut Slapped By CISF Guard: બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડે લાફો મારી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટ્રેસ કંગના રનૌતે આ આરોપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

Kangana Ranaut

Kangana Ranaut

follow google news

Kangana Ranaut Slapped By CISF Guard: બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડે લાફો મારી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટ્રેસ કંગના રનૌતે આ આરોપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિગતો મુજબ, હાલમાં આ CISF જવાનને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે.

ચંદીગઢ એરપોર્ટ પર એક્ટ્રેસ પર હુમલો

કંગના રનૌતના રાજકીય સલાહકાર અનુસાર, ચંદીગઢ એરપોર્ટની અંદર CISF મહિલા ગાર્ડે કંગના રનૌતને થપ્પડ મારી હતી. તેઓએ માંગ કરી છે કે CISF ગાર્ડને હટાવવા જોઈએ અને તેમની સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે. એવો દાવો કરવામાં આવે છે કે CISF ગાર્ડ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ બોલવા બદલ કંગના રનૌતથી નારાજ હતા.

ચંદીગઢથી દિલ્હી જઈ રહી હતી એક્ટ્રેસ

તમને જણાવી દઈએ કે મંડીથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત આજે દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. આ દરમિયાન ચંદીગઢ એરપોર્ટ પરથી થપ્પડ મારવાના સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરતા કંગનાએ કહ્યું હતું કે તે સંસદમાં જઈ રહી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પણ શેર કરી છે.

મંડીમાંથી મળી શાનદાર જીત

બોલિવૂડની કટ્ટર ક્વીન કંગના રનૌત હવે રાજનીતિની પણ ક્વીન બની ગઈ છે. લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કંગના રનૌત મંડી લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતી છે. કંગનાએ કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ અને વર્તમાન સાંસદના પુત્ર વિક્રમાદિત્ય સિંહને હરાવીને જીતનો ઝંડો લહેરાવ્યો છે.

    follow whatsapp