Rupala Contervy: જયરાજસિંહ જાડેજાએ સંકલન સમિતિ પર કર્યો પ્રહાર, જુઓ ક્ષત્રિય આંદોલન પર શું બોલ્યા

આજ રોજ ગોંડલમાં ગરાસિયા રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, કારડીયા રાજપૂત સમાજ, નાડોદા રાજપૂત સમાજ, સોરઠીયા રાજપૂત સમાજ, ખાંટરાજપૂત સમાજ સહિતનાનું સંમેલન યોજાયું હતું. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નિવેદન ચર્ચામાં આવ્યું છે.

Lok Sabha Elections

જયરાજસિંહના નિવેદન બાદ શું ભાજપની જીત પાક્કી?

follow google news

Lok Sabha Elections: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મે 2024ના રોજ યોજાવા જઈ રહી છે. ત્યારે રાજકીય પાર્ટીઓ ચૂંટણી જીતવા અને મતદારોને આકર્ષવા માટે અડીચોટીનું જોર લગાવી રહી છે. આ વખતે સૌરાષ્ટ્રની સૌથી મહત્વની ગણાતી રાજકોટ બેઠક પર દરેકની નજર છે કારણ  કે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી આખો ક્ષત્રિય સમાજ તેમની સામે થઈ ગયો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં ન આવતા હવે આ વિરોધ ભારતીય જનતા પાર્ટી તરફ વળી ગયો છે. ક્ષત્રિયો હવે ઠેર-ઠેર મહાસંમેલન યોજીને ભાજપ વિરુદ્ધમાં મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતું.  

CBSE 10th 12th Result: પરિણામ પહેલાં 6 અંકનો ડિજિટલ કોડ જાહેર, તેના વગર નહીં જોઈ શકો રીઝલ્ટ! 


જયરાજસિંહે ક્ષત્રિયોનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું

આજ રોજ ગોંડલમાં ગરાસિયા રાજપૂત સમાજ, કાઠી ક્ષત્રિય સમાજ, કારડીયા રાજપૂત સમાજ, નાડોદા રાજપૂત સમાજ, સોરઠીયા રાજપૂત સમાજ, ખાંટરાજપૂત સમાજ સહિતનાનું સંમેલન યોજાયું હતું. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના આંદોલન પર બોલતા તેમણે કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું હતું. ક્ષત્રિય સમાજના સ્ટેજ પર ભાષણ આપતા આગેવાનો કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાનો પણ દાવો કર્યો હતો. ક્ષત્રિય સંકલન સમિતિ પર જયરાજસિંહ જાડેજાએ ખુલામાં પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે દાવો કર્યો કે,  પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવારને ગોંડલ વિધાનસભા વિસ્તારમાંથી 1 થી 1.5 લાખની લીડ નીકળશે.

અમદાવાદમાં ક્ષત્રિય ધર્મરથ યાત્રા

તો બીજી તરફ ક્ષત્રિય ધર્મરથ યાત્રાની વાત કરવામાં આવે તો નરોડા, કૃષ્ણનગર, બાપુનગર, ખોખરા હાટકેશ્વર, અમરાઈવાડી થઈ અને સાંજે વસ્ત્રાલ ખાતે પૂર્ણ થઈ હતી. ધર્મરથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા. આ યાત્રામાં ‘જય ભવાની ભાજપ જવાની’ના નારા લગાવવામાં આવ્યા હતા.રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ આપેલા વિવાદસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી છે.
 

(ઈનપુટ: રોનક મજેઠીયા, રાજકોટ)

    follow whatsapp