Lok Sabha Election Result: ગુજરાતની 25 બેઠકો પર 200થી વધુ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ

Lok Sabha Election Result 2024: દેશભરમાં 4 જૂને લોકસભા ચૂંટણી પરિણામ જાહેર કરાયા. જેમાં NDAને 292 અને INDIA ગઠબંધનને 234 બેઠકો મળી છે. ગુજરાતમાં ભાજપને 26માંથી 25 સીટો મળી છે. 26 લોકસભા સીટો માટે કૂલ 266 જેટલા ઉમેદવાર મેદાનમાં હતા.

Lok Sabha Election Result

Lok Sabha Election Result

follow google news

Lok Sabha Election Result 2024: દેશભરમાં 4 જૂને લોકસભા ચૂંટણી પરિણામ જાહેર કરાયા. જેમાં NDAને 292 અને INDIA ગઠબંધનને 234 બેઠકો મળી છે. ગુજરાતમાં ભાજપને 26માંથી 25 સીટો મળી છે. 26 લોકસભા સીટો માટે કૂલ 266 જેટલા ઉમેદવાર મેદાનમાં હતા. જેમાંથી આશ્ચર્યજનક રીતે 215 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. ડિપોઝિટ પરત મેળવવા માટે ઉમેદવારને કુલ મતદાનના છઠ્ઠા ભાગના મત મળવા જરૂરી હોય છે. 

ડિપોઝિટને લઈને શું છે ચૂંટણી પંચનો નિયમ?

એવામાં આ વખતે લોકસભા ચૂંટણીમાં ઊભા રહેલા 266માંથી 215 જેટલા ઉમેદવારોએ કૂલ મતદાનના છઠ્ઠા ભાગના પણ મત મળી શક્યા નથી. જોકે ગત લોકસભા ચૂંટણીની સરખામણીએ ડિપોઝિટ જપ્ત થનારા ઉમેદવારોની સંખ્યા આ વખતે ઓછી છે. લોકસભા ચૂંટણી માટે જનરલ કેટેગરીના ઉમેદવારની ડિપોઝિટ 25,000 રૂપિયા છે અને રિઝર્વ કેટેગરીના ઉમેદવારની ડિપોઝિટ 12,500 રૂપિયા હોય છે.

ભાજપ-કોંગ્રેસ- AAP ઉપરાંત અપક્ષ ઉમેદવારો હતા મેદાનમાં

ગુજરાતની 25 લોકસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રથમ અને બીજા ક્રમે રહેલા 25 બેઠકોના 50 જેટલા ઉમેદવારોને ડિપોઝિટના દાયરામાં વોટ મળ્યા હતા. જ્યારે બાકીના ઉમેદવારોને નિયમ મુજબ કૂલ મતદાનના 10 ટકા વોટ પણ ન મળ્યા હોવાના કારણે ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે. ભાજપ તમામ 25 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું, જ્યારે કોંગ્રેસ-AAP ગઠબંધનમાં લડ્યા હતા. જેમાં બેમાં AAPના ઉમેદવારો હતા અને 23 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો હતા. આ ઉપરાંત અપક્ષ અને BSPના ઉમેદવારો પણ ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. 

કઈ બેઠકો પર કેટલા ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ?

અમદાવાદ પૂર્વ - 16
નવસારી - 12
વડોદરા - 12
ગાંધીનગર - 12
પંચમહાલ - 6
છોટા ઉદેપુર - 4
રાજકોટ - 7
બનાસકાંઠા - 10
ખેડા - 10
વલસાડ - 5
ભરૂચ - 11
ભાવનગર - 11
અમદાવાદ પશ્ચિમ - 4
કચ્છ - 9
મહેસાણા - 4
સુરેન્દ્રનગર - 12
સાબરકાંઠા - 12
જામનગર - 12
પોરબંદર - 10
બારડોલી - 1
અમરેલી - 6
આણંદ - 5
પાટણ - 8
જૂનાગઢ - 9
દાહોદ - 7

    follow whatsapp