Gujarat News LIVE Updates: લોકસભા ચૂંટણીનું પાંચમા તબક્કાનું મતદાન, મુંબઈમાં બોલિવૂડ સ્ટાર્સ વોટ આપવા ઉમટ્યા

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

Live News Updates

Live News Updates

follow google news

Gujarat News LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
 

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 01:54 PM • 20 May 2024
    બપોરે 1 વાગ્યા સુધી 36.73 ટકા મતદાન

    દેશના 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 1 વાગ્યા સુધી 36.73 ટકા મતદાન થયું હતું. રાજ્યોમાં કેટલા ટકા મતદાન થયું તેના આંકડા પણ સામે આવ્યા છે.

    • બિહાર - 34.62 ટકા
    • જમ્મુ અને કાશ્મીર - 34.79 ટકા
    • ઝારખંડ - 41.89 ટકા
    • લદ્દાખ - 52.02 ટકા
    • મહારાષ્ટ્ર - 27.78 ટકા
    • ઓડિશા - 35.31 ટકા
    • ઉત્તર પ્રદેશ - 39.55 ટકા
    • પશ્ચિમ બંગાળ - 48.41 ટકા
  • 10:53 AM • 20 May 2024
    ગોવિંદા-ધર્મેન્દ્રએ મુંબઈમાં કર્યું મતદાન

    ફિલ્મ અભિનેતા આમિર ખાનની પુત્રી આયરા ખાન અને પુત્ર જુનૈદ ખાને મુંબઈના એક મતદાન મથક પર મતદાન કર્યું હતું. ફિલ્મ અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદાએ મુંબઈમાં પોતાનો મત આપ્યો. મત આપ્યા બાદ તેમણે કહ્યું કે તમારા ઘરની બહાર આવો અને મતદાન કરો. દિગ્ગજ ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રએ સોમવારે મુંબઈમાં મતદાન કર્યું હતું. આ દરમિયાન 88 વર્ષના ધર્મેન્દ્ર ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા.

     

  • 10:51 AM • 20 May 2024
    રાજનાથ સિંહે મતાધિકારનો ઉપયોગ કર્યો

    રક્ષા મંત્રી અને લખનૌ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહે પોતાનો વોટ આપ્યો છે. આ બેઠક પરથી તેઓ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર રવિદાસ મેહરોત્રા સામે ચૂંટણી લડી રહ્યા છે.

     

  • 10:08 AM • 20 May 2024
    રાજ્યોમાં સવારે 9 વાગ્યા સુધી મતદાનની ટકાવારી

    બિહાર - 8.86 ટકા
    જમ્મુ અને કાશ્મીર - 7.63 ટકા
    ઝારખંડ - 11.68 ટકા
    લદ્દાખ - 10.51 ટકા
    મહારાષ્ટ્ર - 6.33 ટકા
    ઓડિશા - 6.87 ટકા
    ઉત્તર પ્રદેશ - 12.89 ટકા
    પશ્ચિમ બંગાળ - 15.35 ટકા

  • 10:08 AM • 20 May 2024
    એક્ટર શાહીદ કપૂરે મુંબઈમાં મતદાન કર્યું

     

  • 10:07 AM • 20 May 2024
    મુંબઈમાં પરેશ રાવલે પોતાનો વોટ આપ્યો હતો

     

  • 10:06 AM • 20 May 2024
    આ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે: RBI ગવર્નર શક્તિકાંત દાસ

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઈમાં પોતાનો મત આપ્યો. પોતાનો મત આપ્યા બાદ તેમણે કહ્યું કે આ દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ છે. 140 કરોડ લોકોના આ દેશમાં ચૂંટણીમાં ભાગ લેવો એ ગર્વની વાત છે. હું આ માટે ચૂંટણી પંચ અને તમામ અધિકારીઓને અભિનંદન આપવા માંગુ છું. હું દરેકને વહેલી તકે પોતાનો મત આપવા વિનંતી કરું છું.

  • 09:45 AM • 20 May 2024
    લોકસભા ચૂંટણીનું પાંચમા ચરણનું મતદાન

    લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા હેઠળ, આજે (20 મે), 8 કરોડ 95 લાખથી વધુ મતદારો 8 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકોના 94732 મતદાન મથકો પર મતદાન કરીને તેમના પ્રતિનિધિઓને ચૂંટશે. ઓડિશા વિધાનસભાની બાકીની 35 બેઠકો પર પણ આજે મતદાન થઈ રહ્યું છે.

    પાંચમા તબક્કામાં લોકસભાની 49 બેઠકો માટે કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે. આજે મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની એક-એક બેઠક પર મતદાન થશે. પાંચમા તબક્કામાં સૌથી ઓછી બેઠકો (49) પર મતદાન થવાનું છે.

follow whatsapp