Gujarat Exit Poll Result 2024 Live Updates: લોકસભા ચૂંટણી માટે સાતમા અને અંતિમ તબક્કાના મતદાન બાદ 1 જૂન એટલે કે આજે એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા છે. ટીવી ચેનલો અને સર્વે એજન્સીઓ 543 લોકસભા બેઠકો માટે તેમના અંદાજો રજૂ કર્યો છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થયું હતું. ગુજરાતમાં કુલ 60.13 ટકા મતદાન થયું હતું. સુરત લોકસભા બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. જેને લઈ એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા છે. ગુજરાત તક સાથે મેળવતા રહો Exit Polls 2024 ની તમામ Live Updates.
ADVERTISEMENT
लाइव-ब्लॉग समाप्त हुया।
- 08:23 PM • 02 Jun 2024શું ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન 'ફેલ'?
ગુજરાતના સંદર્ભમાં ચાર એક્ઝિટ પોલ્સના આંકડાઓ જોવામાં આવે તો ભાજપની ક્લીન સ્વીપ જોવા મળી રહી છે. જેમાં TV9-Polstrat, NEWS 18, India Tv -CNX અને Times Now - ETG પ્રમાણે બધી બેઠક ભાજપ જીતી રહી છે. જોકે, અમૂક એક્ઝિટ પોલના આંકડા કહે છે કે જેમાં 26 માંથી 1 સીટ કોંગ્રેસને મળી રહે છે પરંતુ વાત એ છે જે રીતે ક્ષત્રિય આંદોલન ગરજયું તે રીતે વરસ્યું નથી એવું એક્ઝિટ પોલ્સના આંકડા બતાવી રહ્યા છે. જ્યારે મતદાન પૂર્ણ થયું ત્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ દ્વારા દાવો કરવામ આવ્યું હતું કે, ક્ષત્રિય સમાજના પ્રભુત્વવાળી બેઠકો પર 80 ટકાથી વધુ મતદાન થયું છે.અમારા મુજબ ભાજપ 7 બેઠક ક્ષત્રિય પ્રભુત્વવાળી બેઠક હારી રહી છે અને 4 બેઠક પર રસાકસી રહેશે. બાકીની બેઠકો પર 5 લાખથી વધારે નહીં પરંતુ ઓછી લીડ આવશે. પરંતુ આ તમામ પ્રકારના દાવોઓ એક્ઝિટ પોલ્સ ખોટ પડી રહ્યા છે અને શું તે એવું દેખાડી રહ્યા છે કે શું ક્ષત્રિય આંદોલન 'ફેલ' થયું છે?
આ પણ વાંચો:- Exit Poll Results: ક્ષત્રિયો નિશાન ચૂંકયા? એક્ઝિટ પોલ્સના આંકડાએ સ્પષ્ટ કર્યું ચિત્ર!
- 06:02 PM • 02 Jun 2024જામનગર લોકસભા
એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે ક્ષત્રિય આંદોલન અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભાના કારણે જામનગરમાં ભાજપનો અભેદ કિલ્લો તૂટશે? પૂનમ માડમના સામ્રાજ્યનો અંત આવી શકે છે કેમ તે જોવાનું રહ્યું. ચાર એક્ઝિટ પોલ કોંગ્રેસને એક સીટ આપી રહ્યા છે તો એટલા માટે હવે જામનગર પર પરિણામના દિવસે સૌથી નજર રહેશે. આ પ્રકારની અટકળો પાછળનું મુખ્ય કારણએ છે કે, ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા (Hakubha Jadeja) એ જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ (poonam madan)ને હરાવવા ભરપૂર પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિક નેતાઓમાં ચર્ચાઈ રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરસોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરૂદ્ધ કામ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ક્ષત્રિય આંદોલનનો ફાયદો ઉઠાવીને પૂનમ માડમને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જે.પી મારવિયાની તરફેણમાં સમાજના લોકો પાસે મતદાન કરાવ્યું હતું.
- 05:41 PM • 02 Jun 2024રાજકોટ લોકસભા
આમ તો રાજકોટમાં પરષોત્તમ રૂપાલા મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે, પરંતુ ક્ષત્રિય આંદોલનના કારણે આ વખતે અહીં પણ ભારે રસાકસી ભરી જંગ જોવા મળી શકે છે. આ લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે. રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલાના એક વિવાદિત નિવેદનથી આખો ક્ષત્રિય સમાજ ભાજપની વિરોધમાં ઉભો થઈ ગયો હતો. વિવાદિત નિવેદન બદલ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજે તેમના ટિકિટ પરત ખેંચવાની માંગ કરી હતી. જોકે, ભાજપ દ્વારા ટિકિટ પરત ખેંચવામાં ન આવતા ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી થઈ ગયો હતો. આ લોકસભા ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે. રાજકોટ બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને વરિષ્ઠ નેતા પરસોત્તમ રૂપાલાના એક વિવાદિત નિવેદનથી આખો ક્ષત્રિય સમાજ ભાજપની વિરોધમાં ઉભો થઈ ગયો હતો. વિવાદિત નિવેદન બદલ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજે તેમના ટિકિટ પરત ખેંચવાની માંગ કરી હતી. જોકે, ભાજપ દ્વારા ટિકિટ પરત ખેંચવામાં ન આવતા ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી થઈ ગયો હતો.
હવે જોવાનું એ રહેશે કે 4 જૂનના રોજ ચૂંટણી પરિણામ જાહેર થાય છે ત્યારે ગુજરાતમાં INDIA અલાયન્સ મોટો ઉલટફેર કરી શકશે કે પછી ફરી તમામ 25 બેઠકો પર ભાજપનો કેસરીયો જોવા મળશે.
- 05:25 PM • 02 Jun 2024ભરૂચ લોકસભા
આવી જ રીતે ભરૂચ લોકસભા બેઠકમાં પણ AAPના ચૈતર વસાવા, ભાજપના સાત ટર્મના સાંસદ મનસુખ વસાવા સામે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ચૈતર વસાવા ડેડિયાપાડા બેઠકથી AAPના ધારાસભ્ય છે અને પહેલી જ વાર ચૂંટણી લડતા તેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં જીત્યા હતા. મનસુખ વસાવા સામે ચૈતર વસાવાને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
- 05:04 PM • 02 Jun 2024આણંદ લોકસભા
આણંદની લોકસભા બેઠક પર આ વખતે ઉલટફેર જોવા મળે તો નવાઈ નહીં. અહીં કોંગ્રેસ તરફથી અમિત ચાવડા તો ભાજપે મિતેશ પટેલને મેદાને ઉતાર્યા હતા. આણંદમાં ક્ષત્રિય અને ઠાકોર સમાજનું પ્રભુત્વ વધારે છે. રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલનની અસર આણંદમાં પણ થઈ હતી અને ઘણી જગ્યાએ ભાજપના પ્રચાર વખતે ક્ષત્રિય આગેવાનોએ વિરોધ કર્યો હતો. 2014થી આ બેઠક પર ભાજપનો દબદબો છે, જોકે આ પહેલા અહીં કોંગ્રેસ મજબૂત હતી.
- 04:51 PM • 02 Jun 2024ભાજપના ગઢમાં INDIA ગઠબંધન પાડશે ગાબડું!
India Today - Axis My India ના એક્ઝિટ પોલમાં ભાજપમાં 25-26 સીટ અને કોંગ્રેસને 1 સીટ મળી શકે છે. ABP - CVoterના એક્ઝિટ પોલમાં પણ ભાજપને 25-26 અને કોંગ્રેસને 1 સીટ મળવાનો અંદાજ છે. ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપને 24-26 અને AAPને 2 સીટ મળવાનું અનુમાન છે. કોંગ્રેસની વાત કરીએ તો બનાસકાંઠા, આણંદ, જામનગર તથા રાજકોટમાં તે મજબૂત ટક્કર આપતી જણાય છે, તો AAP ભરૂચ-ભાવનગરમાં ચૂંટણી લડી રહી છે. ત્યારે તમામ સીટ પરના સમીકરણો પર એક નજર કરીએ.
આ પણ વાંચો:- ભાજપના ગઢમાં INDIA ગઠબંધન પાડશે ગાબડું! 10 વર્ષ બાદ ગુજરાતની કઈ સીટ હાથમાંથી સરકી શકે? - 04:10 PM • 02 Jun 2024કોંગ્રેસને મળી શકે છે 0થી 1 સીટ
એબીપી ન્યૂઝ માટે સી-વોટર દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર ગુજરાતમાં ભાજપને 62 ટકા વોટ શેર મળી શકે છે. તો ઈન્ડિયા ગઠબંધનને 35 ટકા વોટ શેર મળતો જોવા મળી રહ્યો છે. સીટોની દ્રષ્ટીએ ભાજપને 25થી 26 બેઠકો મળી શકે છે જ્યારે ઈન્ડિયા ગઠબંધનને શૂન્યથી એક સીટ મળી શકે છે. એટલે કે કોંગ્રેસને 0થી 1 સીટ મળી શકે છે.
- 03:39 PM • 02 Jun 2024એક્ઝિટ પોલના આંકડા બાદ 'માડમ' ટેન્શનમાં?
જેમાં આ વખતે ગુજરાતની સૌથી વધુ ચર્ચિત બેઠકમાં રાજકોટ, જામનગર, આણંદ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં ક્ષત્રિય આંદોલનની જ્વાળા ભળકી હતી. તો હવે એવામાં પ્રશ્નએ થાય છે કે શું હવે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે ક્ષત્રિય આંદોલન અને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભાના કારણે જામનગરમાં ભાજપનો અભેદ કિલ્લો તૂટશે? પૂનમ માડમના સામ્રાજ્યનો અંત આવી શકે છે કેમ તે જોવાનું રહ્યું. ચાર એક્ઝિટ પોલ કોંગ્રેસને એક સીટ આપી રહ્યા છે તો એટલા માટે હવે જામનગર પર પરિણામના દિવસે સૌથી નજર રહેશે.
વધુ વાંચો:- જામનગરમાં ક્ષત્રિય આંદોલનથી ભાજપનો અભેદ કિલ્લો તૂટશે! એક્ઝિટ પોલના આંકડાએ માડમનું ટેન્શન વધાર્યું - 02:22 PM • 02 Jun 2024ગુજરાતમાં ભાજપનો દબદબો
ગુજરાતની 26 લોકસભામાં 25 સીટ પર મતદાન થયું હતું, જ્યારે સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી હતી. નીચેના અનુમાન દ્વારા ભાજપને ક્લીન સ્વીપ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
ગુજરાત (26 બેઠક) ભાજપ કોંગ્રેસ+આપ અન્ય TV9-Polstrat 26 0 0 NEWS 18 26 0 0 India Tv -CNX 26 0 0 Times Now - ETG 26 0 0 - 07:38 PM • 01 Jun 2024ગુજરાતમાં કોંગ્રેસ અને આપનું ખાતું ખુલે તેવો અંદાજ
ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠક છે. લોકસભા ચૂંટણી 2014 અને 2019માં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. કોંગ્રેસ એક પણ બેઠક પર જીત્યું ન હતું. ત્યારે હવે લોકસભા ચૂંટણી 2024માં ભાજપ 26 બેઠકો જીતશે તેવું કેટલીક સર્વે એજન્સીનું અનુમાન છે. જો કે, ચાણક્ય અને મૈટ્રિઝના સર્વેમાં ભાજપને 24 થી 26 જ્યારે આપને 0 થી 2 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે Axis My India અને ABP - CVoterના સર્વે અનુસાર, કોંગ્રેસને એક બેઠક મળે તેવું અનુમાન છે.
ગુજરાત (26 બેઠક) ભાજપ કોંગ્રેસ+આપ અન્ય Axis My India 25-26 1 (કોંગ્રેસ) 0 ચાણક્ય 24-26 2 (આપ) 0 TV9-Polstrat 26 0 0 NEWS 18 26 0 0 India Tv -CNX 26 0 0 Times Now - ETG
26 0 0 Republic Matrize 24-26 2 (આપ) 0 ABP - CVoter 25-26 1 (કોંગ્રેસ) 0 - 07:06 PM • 01 Jun 2024TV9-Polstrat સર્વે: ગુજરાતમાં ભાજપ કરશે ક્લીન સ્વીપ
TV9-Polstrat સર્વે અનુસાર, ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠક જીતશે તેવો અંદાજ લગાવાયો છે.
ગુજરાત 26 બેઠક ભાજપ 26 કોંગ્રેસ+ 0 અન્ય 0 - 07:03 PM • 01 Jun 2024ચાણક્ય સર્વે : ગુજરાતમાં ભાજપને 24 તો આપને 2 બેઠકો મળવાનો અંદાજ
ચાણક્યના સર્વે અનુસાર, ગુજરાતમાં આમ આદમી પાર્ટીને બે બેઠકો મળવાનો અંદાજ છે.
ગુજરાત 26 બેઠક ભાજપ 24-26 આપ 2 અન્ય 0 - 06:37 PM • 01 Jun 2024Election 2024 Exit Poll : કેવી રીત તૈયાર થયો EXIS MY INDIAનો એક્ઝિટ પોલ
લોકસભા ચૂંટણીમાં કોને કેટલી બેઠકો મળશે તેનો અંદાજ ટુંક સમયમાં સામે આવશે. ઈન્ડિયા ટુડ-એક્સિસ માય ઈન્ડિયાના 912 સર્વ કર્મચારીઓએ 43 દિવસોમાં 22 હજાર 288 ગામ અને શહેરની મુલાકાત લીધી. આ દરમિયાન દેશની 543 લોકસભા અને 3607 વિધાનસભા ક્ષેત્રોની મુલાકાત લઈને 5.8 લાખ લોકો સાથે વાતચીત કરી.
- 06:22 PM • 01 Jun 2024કોંગ્રેસે ન ઉતાર્યા મુસ્લિમ ઉમેદવાર
ગુજરાતમાં 35 મુસ્લિમ ઉમેદવાર લોકસભા ચૂંટણીના મેદાનમાં હતા. પરંતુ કોંગ્રેસે આ વખતે પોતાની પરંપરા તોડી છે અને રાજ્યમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી. જણાવી દઈએ કે, ભરૂચ બેઠક પર અહેમદ પટેલના પરિવારે બેઠક માટે પ્રબળ માંગ કરી હતી. જોકે આ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. જેમણે આદિવાસી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
- 05:48 PM • 01 Jun 2024Gujarat Exit Poll Result 2024 Live : Gujaratમાં કોનું ગણિત ખોટું, કોનું ટેન્શન હાઈ ?
- 05:45 PM • 01 Jun 2024આદિવાસી બેઠકો પર આપ-કોંગ્રેસની નજર
લોકસભા ચૂંટણીમાં ગુજરાતની આદિવાસી બહુમતિવાળી બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની નજર છે. અહીં ભાજપના ગઢ પર કબજો કરવા માટે બંને પક્ષે ગઠબંધન કર્યું છે. ભરૂચ બેઠક ઈન્ડિયા ગઠબંધન હેઠળ આપને ફાળે ગઈ છે. ભરૂચ બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવા મેદાને છે. તો દાહોદ, છોટા ઉદેપુર, બારડોલી, વલસાડ અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે અનામત છે. જ્યારે ભરૂચ સામાન્ય કેટેગરી બેઠક છે પરંતુ અહીં મોટી સંખ્યામાં આદિવાસી વસ્તી છે.
- 05:30 PM • 01 Jun 2024રાજપૂત-ક્ષત્રિય સમાજ ભાજપથી નારાજ
રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. રૂપાલા રાજપૂત સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. જ્યારબાદથી રાજપૂત-ક્ષત્રિય સમાજ રૂપાલા અને ભાજપથી નારાજ છે. રૂપાલાની ટિકિટ કાપવાની ક્ષત્રિયો દ્વારા કરાયેલી ઉગ્ર માંગ છતા ટિકિટ કાપવામાં ન આવી. ક્ષત્રિય આગેવાનો દ્વારા કોંગ્રેસ ઉમેદવારને મત આપવાની અપીલ કરાઈ હતી.
- 05:07 PM • 01 Jun 2024ગુજરાતમાં કઈ બેઠક પર કોણ મેદાનમાં?
લોકસભા બેઠક
ભાજપ
કોંગ્રસ – આપ
કચ્છ (SC)
વિનોદ ચાવડા
નિતેશ લાલણ
બનાસકાંઠા
ડો. રેખાબેન ચૌધરી
ગેનીબેન ઠાકોર
પાટણ
ભરતસિંહ ડાભી
ચંદનજી ઠાકોર
મહેસાણા
હરિભાઈ પટેલ
રામજી ઠાકોર
સાબરકાંઠા
શોભના બારૈયા
તુષાર ચૌધરી
ગાંધીનગર
અમિત શાહ
સોનલ પટેલ
અમદાવાદ પૂર્વ
હસમુખ પટેલ
હિંમતસિંહ પટેલ
અમદાવાદ પશ્ચિમ (SC)
દિનેશ મકવાણા
ભરત મકવાણા
સુરેન્દ્રનગર
ચંદુભાઈ શિહોરા
ઋત્વિક મકવાણા
રાજકોટ
પરશોત્તમ રૂપાલા
પરેશ ધાનાણી
પોરબંદર
મનસુખ માંડવિયા
લલિત વસોયા
જામનગર
પુનમબેન માડમ
જે.પી. મારવિયા
જૂનાગઢ
રાજેશ ચુડાસમા
હિર જોટવા
અમરેલી
ભરત સૂતરિયા
જેની ઠુંમર
ભાવનગર
નીમુબેન બાંભણિયા
ઉમેશ મકવાણા (AAP)
આણંદ
મિતેશ પટેલ
અમિત ચાવડા
ખેડા
દેવુસિંહ ચૌહાણ
કાળુસિંહ ડાભી
પંચમહાલ
રાજપાલસિંહ જાદવ
ગુલાબસિંહ ચૌહાણ
દાહોદ (ST)
જસવંતસિંહ ભાભોર
ડો. પ્રભા તાવિયાડ
વડોદરા
ડો. હેમાંગ જોશી
જસપાલસિંહ પઢિયાર
છોટાઉદેપુર (ST)
જશુભાઈ રાઠવા
સુખરામ રાઠવા
ભરૂચ
મનસુખ વસાવા
ચૈતર વસાવા (AAP)
બારડોલી (ST)
પ્રભુ વસાવા
સિદ્ધાર્થ ચૌધરી
સુરત
મુકેશ દલાલ
નિલેશ કુંભાણી (સસ્પેન્ડ)
નવસારી
સી.આર. પાટીલ
નૈષધ દેસાઈ
વલસાડ (ST)
ધવલ પટેલ
અનંત પટેલ
- 04:44 PM • 01 Jun 2024સુરત બેઠક પર પહેલા જ ભાજપે મેળવી છે જીત
ગુજરાતની 26 બેઠકોમાંથી 25 બેઠકો પર જ લોકસભા માટે મતદાન થયું હતું. સુરત લોકસભા બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટણી જીત્યા છે. જણાવી દઈએ કે, કોંગ્રેસના ઉમદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને અન્ય ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચ્યા હતા.
- 04:33 PM • 01 Jun 2024ગુજરાતની આ હોટ સીટો પર સૌની નજર
ગુજરાતની જ બેઠકો પર પરિણામોને લઈને સૌને ઉત્સુક્તા છે. તેમાં રાજકોટ, ભરૂચ, બનાસકાંઠા, સાબરકાંઠા, જામનગર અને આણંદ લોકસભા બેઠક સામેલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગરથી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના પોરબંદરથી લડવાને લઈને બંને બેઠકો વીઆઈપીની શ્રેણીમાં છે. રાજકોટમાં પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે ટક્કર છ. જ્યારે ભરૂચમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા વચ્ચે ચૂંટણી જંગ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT