Gujarat Election Results 2024: ઉત્તર ગુજરાતની પાંચ બેઠકમાં ચાર ભાજપને અને એક કોંગ્રેસને ફાળે

Gujarat Election Results 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે પડેલા મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. જેમાં ગુજરાતની 25 સીટ માટે ત્રીજા તબક્કામાં મતદાન યોજાયું હતું અને રાજ્યનું કુલ 60.13 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં આ વખતે ઉત્તર ગુજરાતમાં ખરાખરીનો જંગ જોવા મળશે.

Gujarat Election Results 2024

Gujarat Election Results 2024

follow google news

Gujarat Election Results 2024:  લોકસભા 2024ની ચૂંટણી માટે પડેલા મતોની ગણતરી બાદ પરિણામ સામે આવી ગયા છે. જેમાં ગુજરાતની 25 સીટ માટે  ત્રીજા તબક્કામાં મતદાન યોજાયું હતું અને રાજ્યનું કુલ 60.13 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં આ વખતે ઉત્તર ગુજરાતમાં ખરાખરીનો જંગ જોવા મળશે. ઉત્તર ગુજરાતની પાંચેય બેઠકો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠાનું સરેરાશ  62.08 ટકા મતદાન થયું હતું. આ પાંચમાંથી બનાસકાંઠા બેઠક ખૂબ જ રસપ્રદ રહ્યો હતો. લોકસભાની 2014 અને 2019ની ચૂંટણીમાં સતત ઉત્તર ગુજરાતની પાંચેય બેઠક પર ભાજપ પર જીત મેળવી હતી પરંતુ આ વર્ષે ભાજપનો કમાલ જોવા મળ્યો નહીં, પાંચમાં માંથી 4 બેઠક પર જીત મેળવી પરંતુ એક બેઠક કોંગ્રેસે જીત મેળવી 10 વર્ષ બાદ ગુજરાતમાં ખાતું ખોલ્યું છે. 

ગુજરાતની તમામ સીટનું પરિણામ જાણવા અહી કિલક કરો

ઉત્તર ગુજરાતમાં મોટા ઉલટફેર

Gujarat Election Results: બનાસની બેને ભાજપની જીતની હેટ્રીક રોકી, ગુજરાતમાં 10 વર્ષ બાદ કોંગ્રેસનું ખૂલ્યું ખાતું

ભાજપ-કોંગ્રેસમાંથી કોણ-કોણ છે મેદાનમાં

લોકસભા બેઠક ભાજપ કોંગ્રસ – આપ કોની જીત?
બનાસકાંઠા ડો. રેખાબેન ચૌધરી ગેનીબેન ઠાકોર કોંગ્રેસ 
પાટણ ભરતસિંહ ડાભી ચંદનજી ઠાકોર ભાજપ 
મહેસાણા હરિભાઈ પટેલ રામજી ઠાકોર ભાજપ
સાબરકાંઠા શોભનાબેન બારૈયા તુષાર ચૌધરી ભાજપ 
ગાંધીનગર અમિત શાહ સોનલબેન પટેલ ભાજપ 

જુઓ ઝોન મુજબ પરિણામ

સૌરાષ્ટ્ર-કચ્છનું પરિણામ જાણવા, અહી ક્લિક કરો

ઉત્તર ગુજરાતનું પરિણામ જાણવા, અહી ક્લિક કરો

મધ્ય ગુજરાતનું પરિણામ જાણવા, અહી ક્લિક કરો

દક્ષિણ ગુજરાતનું પરિણામ જાણવા, અહી ક્લિક કરો

 

ગેનીબેન ફરી એકવાર આગળ

બનાસકાંઠા લોકસભાના 19 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરને 583732 મત મળ્યા છે. જ્યારે ભાજપના રેખાબેન ચૌધરીને 573520 મત મળ્યા છે. 

 બનાસકાંઠામાં કાંટાની ટક્કર

બનાસકાંઠામાં બંન્ને મહિલાઓ વચ્ચે કાંટાની ટક્કર જામી રહી છે. બનાસકાંઠા લોકસભાના 16 રાઉન્ડમાં કોંગ્રેસ આગળ છે. ગેનીબેન ઠાકોરને 4,69,842 જ્યારે રેખાબેન ચૌધરીને 4,64,028 મત મળ્યા છે.

મહેસાણામાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલની જીત

પાટણ લોકસભા બેઠકનો પાંચમો રાઉન્ડ પૂર્ણ

  • ભરતસિંહ ડાભી- 1,45,870
  • ચંદનજી ઠાકોર- 1,63,903
  • ચંદનજી 18,033 મતથી આગળ

ગાંધીનગરમાં અમિત શાહે 1.50 લાખની લીડ વટાવી દીધી છે

  • અમિત શાહ - 2,59,393
  • સોનલ પટેલ - 60,042

પાટણમાં કોંગ્રેસ આગળ

પાટણ લોકસભા સીટ પર કોંગ્રેસના ચંદનજી ઠાકોર 15505મતથી આગળ ચાલી રહ્યા છે, ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને 108696 મત અને  ચંદનજી ઠાકોરને 124191 મત મળ્યા છે.

સાબરકાંઠામાં મતગણતરીમાં માહિતી વ્યવસ્થા ખોરવાયા

સાબરકાંઠા લોકસભા મતગણતરીમાં માહિતી વ્યવસ્થા ખોરવાયાની માહિતી મળી રહી છે. પ્રિન્ટર મશીન બગડવાને લઈ મતગણતરી પત્રકની સમસ્યા સર્જાઈ છે. રાઉન્ડ વાઈઝ ડેટા જાહેર કરવામાં સમસ્યા 

સાબરકાંઠામાં ભાજપ આગળ

સાબરકાંઠા ભાજપ બેઠક પર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાને 78,873 મતથી આગળ ચાલી રહ્યા છે તો કોંગ્રેસ બેઠકના તુષાર ચૌધરીને 70,006 મત મળ્યા છે. એટલે કે ભાજપ 8867 મતથી આગળ ચાલી રહ્યું છે.

બનાસકાંઠામાં ભાજપ આગળ નીકળ્યું

  • રેખાબેન ચૌધરી- 87,378 મત
  • ગેનીબેન ઠાકોર- 86,919 મત
  • ભાજપ આગળ- 459

બનાસકાંઠામાં ત્રીજા રાઉન્ડ બાદ કોણ આગળ જુઓ

બનાસકાંઠામાં ત્રીજા રાઉન્ડ બાદ પરિણામ કોંગ્રેસના પક્ષમાં જઈ રહ્યું છે, ગેનીબેન ઠાકોરને 75,270 મત મળ્યા રેખાબેન ચૌધરીને 70,860 મત મળ્યા કોંગ્રેસ 4410 મતથી આગળ છે. 

    follow whatsapp