Dahod Booth Capturing: ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ વચ્ચે મહિસાગરમાં આવેલા સંતરામપુર તાલુકાના પરથમપુરા ગામમાં બુથ કેપ્ચરિંગની ઘટના સામે આવી હતી. જેનો વીડિયો જોઈને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ઘટના મામલે હવે પોલીસે ભાજપ નેતાના પુત્ર અને બુથ એજન્ટ મગન ડામોરની ધરપકડ કરી લીધી છે. સાથે જ પ્રિસાઈડિંગ ઓફિસરને પણ ચૂંટણી પંચે નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે.
ADVERTISEMENT
શું હતું વાઈરલ વીડિયોમાં?
હકીકતમાં દાહોદ લોકસભા બેઠકમાં સમાવિષ્ઠ મહીસાગર જિલ્લાના સંતરામપુર વિધાનસભા વિસ્તારના મતદાન મથકનો વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિ હાથમાં EVM મશીન લઈને ઈન્સ્ટાગ્રામ પર લાઈવ કરતો હોય છે. સાથે તે વીડિયોમાં એવું પણ બોલે છે કે, એક જ ચાલે....બીજેપી એક જ ચાલે ભાભોર.... વિજય ભાભોર... યુવક આગળ બોલે છે, 'આ મશીન મારા બાપનું છે' અને બાદમાં અપશબ્દો બોલે છે. મતદાન કરવા આવેલ લોકોની જગ્યાએ જાતે જ બટન દબાવીને મતદાન થઈ ગયું તેમ કહી અને મતદાન કરવા આવેલ લોકોને પાછા મોકલી દેતા પણ તે વીડિયોમાં જોવા મળે છે અને છેલ્લે EVM ઘરે જવાની વાત પણ કરતા દેખાય છે. વીડિયોમાં દેખાતો યુવક સંતરામપુરના ગાોઠીબ તાલુકા પંચાયતના પૂર્વ તાલુકા પ્રમુખ રમેશ ભાભોરનો પુત્ર વિજય ભાભોર હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે કરી ભાજપ નેતાના પુત્રની ધરપકડ
સમગ્ર ઘટના સામે આવ્યા બાદ પોલીસે હરકતમાં આવી હતી અને બુથ કેપ્ચરિંગ કરનાર વિજય ભાભોરની અટકાયત કર્યા બાદ ધરપકડ કરી લીધી છે. તો વિવાદ વધ્યા બાદ ચૂંટણી પંચ હરકતમાં આવ્યું હતું અને મતદાન મથકમાં હાજર રહેલા ચૂંટણી કર્મચારીઓને કારણદર્શક નોટિસ પાઠવી છે અને 1 દિવસમાં ખુલાસો માગવામાં આવ્યો છે.
પોલિંગ બૂથના અધિકારીઓને પણ મળી નોટિસ
ચૂંટણી પંચે સોરણા પે સેન્ટર શાળાના પ્રિસાઈડીંગ ઓફિસર કાનાભાઈ રોહિત, પે-સેન્ટર શાળા વડદલાના આસીસ્ટન્ટ પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, જનોડના પગાર કેન્દ્ર શાળાના પોલિંગ ઓફિસર યોગેશભાઈ સોળ્યા અને તાલુકા પંચાયત પોલિંગ ઓફિસર મયુરીકાબેન પટેલને કારણદર્શક નોટિસ પાઠવી છે. નોટિસમાં કહેવાયું છે કે, વિજય ભાભોર નામનો વ્યક્તિ પથમપુરમાં પ્રાથમિક શાળામાં ફરજ પરતના તમામ કર્મચારીઓની હાજરીમાં બોગત મતદાન કરાવે છે અને તેનો વીડિયો બનાવે છે છતા તમે બોગસ મતદાન અટકાવતા કે આ અંગે મદદનીશ ચૂંટણી અધકારી કે ઝોનલ અધિકારીને રિપોર્ટ કર્યો નથી. આ અંગે 1 દિવસમાં રૂબરૂમાં ખુલાસો કરવા જણાવ્યું છે.
ADVERTISEMENT