Lok Sabha Elections 2024 : લોકસભાના પરિણામ સામે આવી રહ્યા છે. જેમાં ગુજરાતની 25 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થતી નજરે પડી રહ્યું છે. જેમાં એક બેઠક કોંગ્રેસે જીતી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ કમલમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. તો બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનની જીત થવા પર સી.આર.પાટીલ અને શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા આવી છે.
ADVERTISEMENT
કમનસીબે અમે ગુજરાતમાં તમામ બેઠકો ન જીતી શક્યા : સી.આર. પાટીલ
ગુજરાતમાં લોકસભાના પરિણામો અંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કહ્યું હતું કે, કમનસીબે અમે ગુજરાતમાં તમામ બેઠક ન જીતી શક્યા. બનાસકાંઠામાં મતદારોની નારાજગી હશે, જેથી અમે બેઠક ગુમાવી છે. તેના પર મંથન કરીશું, શું કારણ રહ્યું. 24 બેઠકો અમે જ્વલંત બહુમત સાથે જીત્યા છીએ. આ જીત ગુજરાતના વિકાસનું પ્રતિબિંબ પાડે છે. એક બેઠક ગુમાવવાનો અમને અફસોસ છે, પરંતુ 25 બેઠકો જીતવાનો આનંદ છે. 4 બેઠકો પર અમને 5 લાખથી વધુની લીડ મળી છે. 2 બેઠકો પર અમને 7 લાખથી વધુની લીડ મેળવી છે.
બનાસની જનતાએ ભાજપની હેટ્રીક તોડી : શક્તિસિંહ
કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમણે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, સમાન વ્યવસ્થા બંને બાજુ હોવી જોઈએ. સરકારે વિપક્ષના એકાઉન્ટ ફ્રીઝ કર્યા. કોંગ્રેસના કાર્યકરોએ ખિસ્સામાંથી રૂપિયા વાપર્યા. બનાસની જનતાએ હેટ્રીકને તોડી છે. બનાસના લોકોએ ગેનીબેનની આર્થિક મદદ કરી. તમામ જગ્યાએ કોંગ્રેસ મજબૂતીથી લડી.
ત્રીજી વખત નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે : નીતીન પટેલ
ગુજરાતમાં લોકસભાના પરિમામો પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે. મોદીની ગેરેન્ટી તરીકે આપેલા વચનો સરકાર પૂર્ણ કરશે. અમે નિર્ધારિત કરેલા વિજયના લક્ષ્ય સુધી પહોંચી શક્યા નથી.
અમે પ્રજાની વચ્ચે જવાનું ચાલું રાખ્યું છે.
ગુજરાતમાં કોંગ્રેસે જીતી બેઠક, ગેનીબેને ભાજપ ઉમેદવારને હરાવ્યા
ગુજરાતમાં ભાજપની હેટ્રીકનું સપનું રોળાયું છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર ડૉ. રેખાબેન ચૌધરીની હાર થઈ છે. ગુલાબસિંહ કહ્યું કે, બનાસકાંઠાની જનતાએ ગેનીબેનનું મામેરું ભર્યું. તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગેનીબેનને શુભકામના પાઠવી છે. જણાવી દઈએ કે, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર જીત મેળવી હતી. ગેનીબેન વાવના ધારાસભ્ય છે.
ADVERTISEMENT