Lok Sabha Election 2024 : સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે. આજે કલેક્ટર કચેરીમાં લાંબી સુનાવણી બાદ આ હાઇ વૉલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો છે. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારની દરખાસ્ત કરનારા ચાર જણાએ શનિવારે ફોર્મ ચકાસણી દરમ્યાન મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વરની હાજરીમાં ઓન કેમેરામાં અમે ફોર્મમાં સહી ન કરવાના કારણે તેમનું ફૉર્મ આજે રદ્દ કરવામાં આવ્યું છે. નિલેશ કુંભાણીના મામલે સુરત ક્લેક્ટર કચેરી ખાતે સુનાવણી પૂર્ણ થયા બાદ મોટો નિર્ણય સંભળાવ્યો હતો.
ADVERTISEMENT
આંદોલન પાર્ટ-2: ક્ષત્રિય સમાજ હવે ભાજપની વિરુદ્ધમાં, સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયાણીઓના પ્રતિક ઉપવાસ શરૂ
રાજકારણમાં ગરમાવો
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો. હકીકતમાં નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકીના 3 ટેકેદારીઓ એફિડેવિટ કરીને જણાવ્યું હતું કે આ તેમની સહી નથી. જેની સામે ભાજપના ઉમેદવારે વાંધો ઉઠાવ્યો હતો. આ કારણે ચૂંટણી પંચ નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ કર્યું છે. સુરત લોકસભા બેઠક માટે ભરાયેલા ફોર્મ માટે શનિવારે સવારે 11 કલાકે શરૂ થયેલી સ્ક્રુટીની દરમિયાન ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો રજૂ કર્યો હતો. તે અંગે કોંગ્રેસના ચૂંટણી એજન્ટ ભૌતિક કોલડીયાને જાણ કરાઇ હતી. 18 એપ્રિલે ફોર્મ ભરનાર કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મમાં દરખાસ્ત કરનાર તરીકે સહી કરનારા રમેશભાઇ બાવચંદભાઇ પોલરા, જગદીશ નાનજીભાઇ સાવલીયા, ધુ્રવિન ધીરુભાઇ ધામેલિયાએ ચૂંટણી અધિકારી સમક્ષ રૂબરૂ હાજર થઇને જણાવ્યું હતું કે, ઉમેદવારના ફોર્મમાં તેમણે સહી કરી નથી કે ફોર્મ ભરતી વખતે રૂબરૂ આવ્યા નથી. આ અંગે તેમણે સોગંદનામું પણ કર્યુ હતું.
ADVERTISEMENT