Lok Sabha Election: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. તો એવામાં રાજ્યમાં ઓછા મતદાન બાદ જ કોને ફાયદો અને કોને નુકશાન થયું છે તે અંગેની રાજકીય નિષ્ણાતો ચર્ચા કરી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક રાજકીય નિષ્ણાતો એક અલગ થિયેરીની પણ ચર્ચા કરી રહ્યા છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કોંગ્રેસમાં જ ગદ્દારોની ગંધ આવી રહી છે એટલે કે Gujarat Congress માં પક્ષ વિરૂદ્ધ પ્રવૃતિ કરનારની યાદી તૈયાર થઈ રહી છે. કોણ નિષ્ક્રિય સમાન રહ્યું ? કોણે ભાજપને ફાયદો કરાવ્યો? આવા કેટલાક પ્રશ્નો હાલ ચર્ચામાં છે શું સમગ્ર મામલો ચાલો જાણીએ વિગતવાર...
ADVERTISEMENT
ગદ્દારીની ગંધ ?
આવતીકાલે કોંગ્રેસની લોકસભા ઉમેદવારો સાથે બેઠક યોજવાની છે. જેમાં પ્રભારી મુકુલ વાસનિક અને શક્તિસિંહની હાજરીમાં તમામ જિલ્લા પ્રમુખ અને પ્રભારી પણ હાજર રહેશે. આ બેઠકમાં પક્ષ વિરૂદ્દ કામ કરનાર અંગેની ચર્ચા કરવામાં આવશે. તે સિવાય બુથ વિશે માહિતી મેળવવામાં આવશે. અગાઉ શક્તિસિંહે પરિણામ પહેલા જ મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે બુથ પર પક્ષની ક્યાંકને ક્યાંક કચાશ રહી ગઈ હતી અને તેમણે કહ્યું કે અમે તેના પર કામ કરીશું. તેની સાથે જ હવે એ વાત પણ ચર્ચામાં આવી છે કે કોંગ્રેસના જ કેટલાક ગદ્દારો કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધનની હારનું કારણ બની શકે છે.
Lok Sabha Election: પાટીલની ખુરશી કોને મળશે? ચૂંટણી પરિણામ બાદ ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ
ગુપ્ત ઓપરેશન
સુરત લોકસભામાં જે થયું તે અંગે કોંગ્રેસની તપાસ ચાલી રહી છે. નિલેશ કુંભાણી કેસથી કોંગ્રેસને મોટુ નુકસાન થયું છે. આ સિવાય ભરૂચમાં કોંગ્રેસની નિષ્ક્રિયતા પર સવાલ થઈ રહ્યા છે, જ્યાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા ઊભા હતા. આ જ કારણથી ત્યાંના કોંગ્રેસના કેટલાક નેતાઓ નારાજ હતા અને ચૈતર વસાવાને લઈ ઓછા પ્રચારનો કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ સિવાય નવસારી અને ગાંધીનગરમાં કોંગ્રેસ ઉમેદવારોનો અવકાશ પ્રચાર રહ્યો એટલે કે ત્યાં જનસંપર્ક જ કરવામાં ન આવ્યો અને શાંત પ્રચાર રહ્યો હતો. માટે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવાર જ કોંગ્રેસ અને ઈન્ડીયા ગઠબંધનની હારનું કારણ બની શકે છે.
આ બેઠક પર કોંગ્રેસ જ કોંગ્રેસની હારનું કારણ!
- પાટણ લોકસભા
- બનાસકાંઠા લોકસભા
- સાબરકાંઠા લોકસભા
- જામનગર લોકસભા
- સુરેન્દ્રનગર લોકસભા
- ભરૂચ લોકસભા
ADVERTISEMENT