ગુજરાતમાં કોંગ્રેસના ઉમેદવારે લોકસભા ચૂંટણી ન લડવાની જાહેરાત કરી, પિતાનું પણ પાર્ટીમાંથી રાજીનામું

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અમદાવાદની પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ તરફથી જાહેર થયેલા ઉમેદવાર રોહન ગુપ્તાએ અચાનક ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે.

Rohan Gupta

Rohan Gupta

follow google news

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અમદાવાદની પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ તરફથી જાહેર થયેલા ઉમેદવાર રોહન ગુપ્તાએ અચાનક ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. રોહન ગુપ્તાએ ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી હતી. આ સાથે તેમના પિતાએ પણ તબિયતના કારણોસર પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

આ પણ વાંચો: Breaking News: વડોદરા ભાજપમાં ફરી ભડકો, નારાજ MLA એ મોડી રાત્રે અધ્યક્ષને મોકલ્યું રાજીનામું

કયા કારણથી ચૂંટણી લડવાની ના પાડી?

અમદાવાદની પૂર્વ બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ ટ્વીટ કરીને લખ્યું, મારા પિતાના અત્યંત ગંભીર સ્વાસ્થ્યના કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પરત ખેંચું છું. વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ છું. પાર્ટી દ્વારા જે ઉમેદવારને પસંદ કરવામાં આવશે, તેમને મારો સંપૂર્ણ સાથ સહકાર આપીશ.

આ પણ વાંચો: March Closing પહેલા પૂર્ણ કરો આ 5 કામ, નહીં તો ઈન્કમ ટેક્સની નોટિસ આવશે, હજારોનો દંડ પણ લાગશે

રોહન ગુપ્તાની જગ્યાએ કોણ લડી શકે ચૂંટણી?

નોંધનીય છે કે, રોહન ગુપ્તાને 2022માં રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તા બનાવવામાં આવ્યા હતા. જોકે તેમણે ચૂંટણી લડવાનો ઈનકાર કરતા કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. તો સૂત્રો મુજબ આ બેઠક પરથી ચૂંટણી લડવા હિંમતસિંહ પટેલનું નામ પણ ચર્ચામાં છે. હિંમતસિંહ પટેલ અમદાવાદના મેયર અને બાપુનગરના ધારાસભ્ય રહી ચૂક્યા છે. હિંમતસિંહ પટેલ હાલ અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ છે.

    follow whatsapp