Chanakya Exit Poll Result for Gujarat Lok Sabha Election 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થયું હતું. આ વખતે રાજ્યમાં કુલ 60.13 ટકા મતદાન થયું છે. હવે સૌની નજર 4 જૂન પર છે પરંતુ એ પહેલા એક્ઝિટ પોલના આંકડા સામે આવી રહ્યા છે. જેમાં ચાણક્ય અને મૈટ્રિઝના સરવેમાં ભાજપને 24થી 26 જ્યારે વિપક્ષી ગઠબંધન કે જેમાં કોંગ્રેસ અને આપનો સમાવેશ થાય છે તેને 0થી 2 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે ટીવી9 અને ન્યૂઝ24ના એક્ઝિટ પોલમાં ભાજપને 26 સીટ મળવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ભાજપમાં ગાબડું?
એક બાજુ જ્યારે ગુજરાતમાં 26 બેઠકો પર પરિણામ એક તરફી રહેશે તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા પરંતુ એવામાં એક્ઝિટ પોલમાં ચાણક્ય અને મૈટ્રિઝના સરવે ભાજપની મુશ્કેલી વધારી છે. વર્ષ 2014 અને 2019માં ભાજપને તમામ 26 બેઠક મળી હતી પરંતુ આ વખતે I.N.D.I.A નામથી બનેલા ગઠબંધન હેઠળ ગુજરાતમાં આમ આદમી 2 સીટ ભરૂચ અને ભાવનગર સીટ જીતી શકે તેવું ચાણક્ય અને મૈટ્રિઝના સરવેમાં જોવા મળ્યું છે.
Gujarat Exit Poll Result 2024 Live: ગુજરાત લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા, જાણો ભરૂચ બેઠકમાં કોણ જીતશે
Exit Poll ના ગુજરાતના આંકડા?
ગુજરાત (26 બેઠક) | ભાજપ | કોંગ્રેસ+આપ | અન્ય |
Axis My India | 25-26 | 1 (કોંગ્રેસ) | 0 |
ચાણક્ય | 24-26 | 2 (આપ) | 0 |
TV9-Polstrat | 26 | 0 | 0 |
NEWS 18 | 26 | 0 | 0 |
India Tv -CNX | 26 | 0 | 0 |
Times Now - ETG | 26 | 0 | 0 |
Republic Matrize | 24-26 | 2 (આપ) | 0 |
ABP - CVoter | 25-26 | 1 (કોંગ્રેસ) | 0 |
રાજકોટમાં કોનો દબદબો?
રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા આ ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચામાં રહ્યા છે. રૂપાલા રાજપૂત સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી. જ્યારબાદથી રાજપૂત-ક્ષત્રિય સમાજ રૂપાલા અને ભાજપથી નારાજ છે. રૂપાલાની ટિકિટ કાપવાની ક્ષત્રિયો દ્વારા કરાયેલી ઉગ્ર માંગ છતા ટિકિટ કાપવામાં ન આવી. ક્ષત્રિય આગેવાનો દ્વારા કોંગ્રેસ ઉમેદવારને મત આપવાની અપીલ કરાઈ હતી.પરંતુ ભારે વિરોધ વચ્ચે પણ એક્ઝિટ પોલ અનુસાર ત્યાં ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT