ચૈતર વસાવાને કોર્ટમાંથી મોટો ઝટકો, વોટ માગવા પણ નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે

Chaitar Vasava News: લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી દરમિયાન તેઓ પ્રચાર કરવા માટે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે.

Chaitar Vasava

Chaitar Vasava

follow google news

Chaitar Vasava News: લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાને મોટો ફટકો પડ્યો છે. ચૂંટણી દરમિયાન તેઓ પ્રચાર કરવા માટે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે. નર્મદા જિલ્લામાં પ્રવેશ માટેની ચૈતર વસાવાની અરજીને કોર્ટે ફટાવી દીધી છે. એવામાં તેમણે પોતાના વિસ્તારમાં લોકો પાસે વોટ માટે કાર્યકરો પર નિર્ભર રહેવું પડશે. 

આ પણ વાંચો: Vadodara ભાજપમાં ભડકો! કેતન ઈનામદારના સમર્થનમાં બીજા 15 રાજીનામાં પડ્યા, પાટીલે કહ્યું- નારાજગી તો થાય

નર્મદા જિલ્લામાં પ્રવેશની અરજી કોર્ટે ફગાવી

વિગતો મુજબ, ચૈતર વસાવા સામે થયેલા કેસમાં તેમને સેશન્સ કોર્ટ તરફથી નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરતે જામીન આપવામાં આવ્યા હતા. જોકે લોકસભા ચૂંટણી પહેલા ચૈતર વસાવા તરફથી જિલ્લામાં પ્રવેશબંધી રદ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. જોકે કોર્ટે તેમની અપીલ રદ કરી દીધી હતી. એવામાં તેઓ નર્મદા જિલ્લામાં ચૂંટણી પ્રચાર કરવા માટે નહીં જઈ શકે. ત્યારે જોવાનું રહેશે કે ચૈતર વસાવા પર લાગેલા આ પ્રતિબંધની અસર તેમને લોકસભા ચૂંટણીમાં મળનારા વોટો પર થશે કે નહીં.

આ પણ વાંચો: 'ભાજપ આજે ભોઠું પડ્યું', Isudan Gadhvi એ કહ્યું- 156માંથી 60થી 70 ધારાસભ્યોની જાગશે અંતર આત્મા

ચૈતર વસાવા પર શું કેસ ચાલી રહ્યો છે?

દેડિયાપાડા વિધાનસભા બેઠકથી AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વનકર્મીને ધમકી આપવા મામલે કેસ થયો હતો. આ કેસમાં તેઓ 40 દિવસ સુધી ગાયબ રહ્યા બાદ દેડિયાપાડા પોલીસ સમક્ષ હાજર થયા હતા. આ બાદ તેમને જેલમાં રાખવામાં આવ્યા હતા. ચૈતર વસાવાની સાથે તેમના પત્નીને પણ જેલમાં મોકલવામાં આવ્યા હતા. જોકે ઘણા દિવસ બાદ તેમને જામીન મળતા તેઓ જેલની બહાર આવ્યા હતા.

    follow whatsapp