Banaskantha Lok Sabha Seat: લોકસભા ચૂંટણી નજીક છે એવામાં પક્ષોમાં નારાજગીના સૂર જોવા મળી રહ્યા છે. એક બાજુ કેટલાક ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી તરફ કોંગ્રેસમાં રાજીનામાનો દોર યથવત છે. એવામાં બનાસકાંઠામાં કોંગ્રેસમાં વધુ એક વાર ભંગાણ પડ્યુ છે. બનાસકાંઠા કોંગ્રેસના પીઢ નેતાએ આજે રાજીનામું ધરી દેતા ગેનીબેન ઠાકોરની મુશ્કેલી વધી શકે છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને રાજપૂત સમાજના પીઢ આગેવાન ડી.ડી.રાજપૂતે કોંગ્રેસ પક્ષ છોડી સૌને ચોકાવ્યા છે. ડી.ડી.રાજપૂત 2017 ની વિધાનસભા ચૂંટણીમાં થરાદ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર હતા.
ADVERTISEMENT
ડી.ડી.રાજપૂતે રાજીનામાનું કારણ જણાવ્યું
બનાસકાંઠામાં જિલ્લામાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી.ડી.રાજપૂતે આજે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ હતુ. રામ મંદિરના કાર્યક્રમમાં નેતાઓને ન જવાનુ કારણ આપી રાજીનામુ આપી દીધુ હતુ. ડી.ડી.રાજપૂતએ રાજપૂત સમાજના આગેવાન છે.
બનાસકાંઠામાં કોણ છે ઉમેદવાર?
આ બેઠક પરથી આ વખતે ભાજપે બનાસડેરીના સ્થાપકના પૌત્રી ડૉ.રેખાબેન ચૌધરીને ટિકિટ આપી છે તો તેણી સામે કોંગ્રેસે ટક્કર આપવા માટે સિટિંગ ધારાસભ્ય અને ઠાકોર સમાજમાંથી આવતા ગેનીબેન ઠાકોરને મેદાને ઉતાર્યા છે. એટલે કે અઅ બેઠક પર આ વખતે મહિલાઓ વચ્ચે જંગ જામવાની છે.
મતદારના સંખ્યાબળનું ગણિત
આ બેઠક પર ક્ષત્રિય ઠાકોર સમાજ વર્ચસ્વ જોવા મળે છે. મતદારના સંખ્યાબળની દ્રષ્ટિએ અહીં 4 લાખ 50 હજારથી વધુ મતદારો ક્ષત્રિય ઠાકોર સમાજના છે, જ્યારે બીજા ચૌધરી સમાજના 2.50 લાખ જેટલા મતદારો છે. આ બેઠક પર કુલ 19.53 લાખ મતદારો છે.
ADVERTISEMENT