Lok Sabha Elections 2024: બૉક્સર વિજેન્દ્ર સિંહ હવે દેખાશે ભાજપની રિંગમાં, કોંગ્રેસનો હાથ છોડી કર્યા કેસરિયા

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા આંતરરાષ્ટ્રીય બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં (Vijender Singh Joins BJP) જોડાયા છે.

Lok Sabha Elections 2024

કોંગ્રેસનો હાથ છોડી કર્યા કેસરિયા

follow google news

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણી 2024 પહેલા આંતરરાષ્ટ્રીય બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં (Vijender Singh Joins BJP) જોડાયા છે. ભાજપના મહાસચિવ વિનોદ તાવડેએ તેમનું સ્વાગત કર્યું અને તેમને પાર્ટીની સદસ્યતા અપાવી. તાવડેએ કહ્યું કે, વિજેન્દર સિંહ જી વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે ભાજપમાં જોડાયા છે. તેમના આગમનથી પાર્ટીને વધુ મજબૂતી મળશે અને લક્ષ્ય તરફ આગળ વધશે. વિજેન્દરને બોક્સિંગમાં પદ્મશ્રી અને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

2019માં વિજેન્દર સિંહ રાજકારણમાં કરી હતી એન્ટ્રી

વિજેન્દર સિંહે વર્ષ 2019માં લોકસભા ચૂંટણી પહેલા જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ દક્ષિણ દિલ્હીથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. જોકે, તેઓ ભાજપના રમેશ બિધુરી સામે ચૂંટણી હારી ગયા હતા. બિધુરીને 6 લાખ 87 હજારથી વધુ વોટ મળ્યા હતા. આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાને 3 લાખ 19 હજારથી વધુ અને વિજેન્દરને 1 લાખ 64 હજારથી વધુ વોટ મળ્યા છે. વિજેન્દર વિશે એવી ચર્ચા છે કે તે આ વખતે ફરી ચૂંટણી મેદાનમાં જોવા મળી શકે છે. જો કે કોંગ્રેસે હજુ સુધી તેમની ટિકિટ ફાઈનલ કરી નથી. ભાજપમાં જોડતા પાર્ટીએ તેમની ટિકિટ લગભગ ફાઈનલ કરી દીધી છે. જો કે, વિજેન્દર દ્વારા આ અહેવાલો અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ પણ વાંચો:- વર્ષ 2023-24માં ચાની ચૂસકીથી લઈ રાતના ભોજન સુધી બધુ જ મોંઘુ, દેશમાં મોંઘવારીને લઈ જુઓ ખાસ રિપોર્ટ

ભાજપ જાટ સમુદાયને મદદ કરશે

વિજેન્દર મૂળ હરિયાણા જિલ્લાના ભિવાનીના રહેવાસી છે અને જાટ સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં પશ્ચિમ યુપી અને હરિયાણાની બેઠકો ભાજપ માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. વિજેન્દરે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. વિજેન્દર વિશે એવું જોવામાં આવ્યું છે કે તે સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા પણ જોવા મળ્યા છે. એવું માનવામાં આવે છે કે વિજેન્દર સિંહ દ્વારા હરિયાણા અને પશ્ચિમ યુપીમાં ભાજપ પોતાની તાકાત મજબૂત કરવા જઈ રહી છે. વિજેન્દ્રએ વર્ષ 2020માં ખેડૂતોના આંદોલનને પણ સમર્થન આપ્યું હતું.

    follow whatsapp