Lok Sabha Election 2024: ભાજપની 8મી યાદીમાં વધુ 9 ઉમેદવારો જાહેર, સની દેઓલની ટિકિટ કપાઈ

Lok Sabha Election 2024 BJP List: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેની આઠમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઓડિશાની 3, પંજાબની 6 અને પશ્ચિમ બંગાળની 2 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

BJP

BJP

follow google news

Lok Sabha Election 2024 BJP List: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેની આઠમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઓડિશાની 3, પંજાબની 6 અને પશ્ચિમ બંગાળની 2 લોકસભા સીટો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે.  ભાજપે સની દેઓલનું પત્તું કાપી નાખ્યું છે. તેમના સ્થાને ગુરદાસપુર લોકસભા સીટથી દિનેશ સિંહ 'બબ્બુ'ને ટિકિટ આપવામાં આવી છે. તરનજીત સિંહ સંધુને અમ્તસરથી ટિકિટ આપવામાં આવી છે.

કેપ્ટન અમરિંદર સિંહની પત્નીને મળી ટિકિટ

તરનજીત સિંહ સંધુને અમૃતસરથી ટિકિટ આપવામાં આવી છે. ભાજપે પટિયાલા લોકસભા સીટ પરથી પ્રનીત કૌર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રનીત કૌર કેપ્ટન અમરિંદર સિંહની પત્ની છે. ભાજપે આ યાદીમાં કુલ 9 નામોની જાહેરાત કરી છે.

હંસરાજ હંસને ક્યાંથી મળી ટિકિટ?

ભાજપે ફરીદકોટ બેઠક પરથી હંસરાજ હંસને મેદાનમાં ઉતાર્યા છે. હંસરાજ હંસ હાલમાં ઉત્તર પશ્ચિમ દિલ્હી લોકસભા મતવિસ્તારમાંથી સાંસદ છે. આ ઉપરાંત ભાજપે લુધિયાણાથી રવનીત સિંહ બિટ્ટુ અને જલંધરથી સુશીલ કુમાર રિંકુ પર દાવ લગાવ્યો છે.

 

 

    follow whatsapp