Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી પહેલા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટએ ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને હવે સાબરકાંઠાથી પણ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપે સાબરકાંઠાથી જાહેર કરેલા ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ હવે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે પણ વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની જેમ સોશિયલ મીડિયા પર માહિતી આપી કે, હું અંગત કારણોસર લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર જાણકારી આપી
વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ પછી સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા જણાવ્યું કે, હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. એવામાં સાબરકાંઠા બેઠક પરથી ભીખીજી દુધાજી ઠાકોરની અટકને લઇને વિવાદ ઉભો થયો હતો, સોશ્યલ મીડિયા પૉસ્ટ પર વાયરલ થયેલી સ્ટૉરીમાં ભીખાજી ઠાકોર એ ડામોરમાંથી ઠાકોર થયા હોવાની વાત સામે આવી હતી.
ADVERTISEMENT