BJP ઉમેદવારે ભગવાન જગન્નાથને કહી દીધા PM મોદીના ભક્ત, વિવાદ થતા કહ્યું- 3 દિવસ ઉપવાસ કરીશ

BJP Candidate Sambit Patra: ભાજપ નેતા અને પુરી લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર સંબિત પાત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથ વિશે કરેલી ટિપ્પણીથી વિવાદ શરૂ થઈ ગયો છે.

Sambit Patra

Sambit Patra

follow google news

BJP Candidate Sambit Patra: ભાજપ નેતા અને પુરી લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર સંબિત પાત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભગવાન જગન્નાથ વિશે કરેલી ટિપ્પણીથી વિવાદ શરૂ થઈ ગયો છે. આની એક કથિત વિડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં તે એક ઓડિયા ચેનલ સાથે વાત કરતા સાંભળી શકાય છે કે, "ભગવાન જગન્નાથ પીએમ મોદીના ભક્ત છે."

સંબિત પાત્રાની વાયરલ વીડિયો ક્લિપ પર પ્રતિક્રિયા આપતા ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું કે, "મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને બીજા માનવીના ભક્ત કહેવા એ ભગવાનનું અપમાન છે. તેનાથી ભાવનાઓને ઠેસ પહોંચી છે અને સમગ્ર દેશના લાખો જગન્નાથની ભક્તોની લાગણી દુભાઈ છે. અને ઓડિયા લોકોની આસ્થાનું અપમાન થયું છે."

સંબિત પાત્રાએ પોતાના નિવેદન બદલ માફી માંગી

બીજેપી નેતા સંબિત પાત્રાએ તેમના નિવેદનની સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમની જીભ લપસી ગઈ છે. સીએમ નવીન પટનાયકની X પોસ્ટ શેર કરતા પાત્રાએ લખ્યું કે, "આજે પુરીમાં નરેન્દ્ર મોદીજીના રોડ શોની જોરદાર સફળતા બાદ, મેં ઘણી મીડિયા ચેનલોને ઘણા બાઇટ્સ આપી, દરેક જગ્યાએ મેં ઉલ્લેખ કર્યો કે મોદીજી એક ઉત્સાહી અને શ્રી જગન્નાથ મહાપ્રભુના ભક્ત છે. મેં તેનું ઊંધું ઉચ્ચારણ કરી દીધું.

ત્રણ દિવસના ઉપવાસની જાહેરાત કરી

ભાજપના ઉમેદવારે કહ્યું કે, "હું જાણું છું કે તમે પણ આને જાણો છો અને સમજો છો. સાહેબ, કોઈ અસ્તિત્વમાં ન હોય તેવા મુદ્દાને મુદ્દો ન બનાવો. આપણા બધાની ક્યારેકને ક્યારેક જીભ લપસી જાય છે." બાદમાં સંબિત પાત્રાએ ઓડિયા ભાષામાં એક વિડિયો નિવેદન પણ બહાર પાડ્યું અને પશ્ચાતાપ માટે તેમણે આગામી 3 દિવસ હું ઉપવાસ પર રહીશ."

'મોદીજીને ભગવાનના ભક્ત કહેવા એ ભગવાનનું અપમાન છે'

આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે પણ પાત્રાની ટીકા કરી, તેમની ટિપ્પણીને "ભગવાનનું અપમાન" ગણાવી. તેમણે કહ્યું, "હું બીજેપીના આ નિવેદનની સખત નિંદા કરું છું. તેઓ વિચારવા લાગ્યા છે કે તેઓ ભગવાનથી ઉપર છે. આ અહંકારની ટોચ છે."

'નરેન્દ્ર મોદીએ પોતે માફી માંગવી જોઈએ', કોંગ્રેસની માંગ

કોંગ્રેસે પણ સંબિત પાત્રાની ટિપ્પણીને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું. પાર્ટીએ X પર લખ્યું કે, ભાજપ નેતા સંબિત પાત્રાનું કહેવું છે કે મહાપ્રભુ ભગવાન શ્રીજગન્નાથ નરેન્દ્ર મોદીના ભક્ત છે. આ મહાપ્રભુનું ઘોર અપમાન છે. આ નિવેદનથી કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાને ઠેસ પહોંચી છે. મોદી ભક્તિમાં ડૂબેલા સંબિત પાત્રાએ આવું ન કરવું જોઈતું હતું. આ પાપ કરવામાં આવ્યું છે. આ ઘૃણાસ્પદ નિવેદન માટે નરેન્દ્ર મોદીએ પોતે માફી માંગવી જોઈએ.
 

    follow whatsapp