Lok Sabha Result: બનાસકાંઠામાં જીત બાદ ગેનીબેનની કોંગ્રેસના સંગઠન પર ટકોર, જુઓ આ શું બોલી ગયા...

Gujarat Tak

• 11:11 AM • 06 Jun 2024

Congress Geniben Thakor: લોકસભાની ચૂંટણીના પરિણામ પરથી જોઈ શકાય છે કે ગુજરાતના રાજકારણમાં મોટા બદલાવો થવા જઈ રહ્યા છે.

Lok Sabha Result

Lok Sabha Result

follow google news

Congress Geniben Thakor: લોકસભાની ચૂંટણીના પરિણામ પરથી જોઈ શકાય છે કે ગુજરાતના રાજકારણમાં મોટા બદલાવો થવા જઈ રહ્યા છે. ગુજરાતની 26 બેઠક પર ભાજપ બે ટર્મથી જીત મેળવતું હતું આ વખતે આ વિજય રથને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેને અટકાવ્યો છે. કોંગ્રેસ જીતની હેટ્રીક તો રોકી જ છે પરંતુ જીત મેળવ કોંગ્રેસ ઉમેદવારે જ પાર્ટી પર ટકોર કરી છે. 

ગેનીબેનની ટકોર

બનાસકાંઠા બેઠક પર જીત મેળવ્યા બાદ  ગેનીબેન ઠાકોર કોંગ્રેસ પાર્ટીને સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપની સરખામણીમાં કોંગ્રેસની સિસ્ટમમાં ઘણોબધો અભાવ છે. ઉમેદવારે પોતાના અને સમાજના દમ પર લડવું પડે છે, પાર્ટી ચૂંટણી લડતી થશે તે દિવસથી જ જનઆશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એની શરૂઆત કરી દીધી છે.

VIDEO: Banaskantha નગર સેવકથી સાંસદ સુધીની Genniben Thakor ની રોચક સફર


પક્ષવિરોધી કરનારાઓને શું કહ્યું? 

ગેનીબેને વધુમાં જણાવ્યું હતું કે, જે લોકો પક્ષ વિરુદ્ધ કામ કરતા હોય એ લોકોને પાર્ટીના નિયમ પ્રમાણે પક્ષમાં સ્થાન ન હોવું જોઈએ. જે માણસ ખોટું કરે છે તેને કોઈ નાનીમોટી સજા કરો. જો પક્ષમાંથી દૂર નહીં કરો તો બીજા તેનાથી પ્રેરિત થતા હોય છે, જેના કારણે પાર્ટીને નુકસાન થતું હોય છે. હું કોઈને સલાહ આપવા માટે સક્ષમ નથી, સલાહ આપવાનો મારો અધિકાર પણ નથી. પાર્ટી વિરૂધ્ધ કરનારા જે પણ કોઇ હોય તે પછી મારો સગો ભાઇ પણ કામ હોય તો પણ લેટ ગોની ભાવના રાખવી જોઈએ નહીં.

બનાસકાંઠામાં 62 વર્ષ બાદ મહિલા સાંસદ

બનાસકાંઠાની લોકસભા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે 31,312 વોટના અંતરથી ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીની જંગ બાદ ગેનીબેને બાજી મારતા 62 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે. 1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલા સંસદ મળ્યા હતા. જોકે ગેનીબેનની જીતમાં ખાસ જોઈએ તો ભાજપ શાસિત પાલનપુર અને દીયોદર વિધાનસભા મતવિસ્તારમાંથી સૌથી મોટો ફાયદો થયો.

    follow whatsapp