MLA Jignesh Mevani Gujarat: TET / TAT કેટલાય ઉમેદવારો નોકરીની રાહ જોઈને બેઠા છે, એવામાં Vadgam MLA Jignesh Mevani આ મામલે મેદાનમાં આવ્યા છે અને તેમણે એક વીડિયો જાહેર મોટા આંદોલનની જાહેરાત કરી છે. Jignesh Mevani એ કહ્યું કે, TET / TAT ના ઉમેદવારોને કાયમી નોકરી આપવામાં આવે તેવી માંગ સાથે 18 જૂન એટલે કે આવતી કાલે ગાંધીનગર ખાતે આંદલોન કરવાની જાહેર કરી અને તમામ ઉમેદવારોને તેમાં જોડાવા કહ્યું છે. Jignesh Mevani TET / TAT ના ઉમેદવારોને ન્યાય મળે તે માટે આંદોલનના રસ્તે આગળ વધ્યા છે.
ADVERTISEMENT
TAT/TET ના મહાઆંદોલનને AAP નું સમર્થન
આવતીકાલે ગાંધીનગર ખાતે TAT/TET ઉમેદવારો દ્વારા કાયમી શિક્ષકની ભરતીના માંગ સાથે આયોજીત થનાર મહાઆંદોલનને આમ આદમી પાર્ટીનું પણ સમર્થન મળ્યું છે. ગોપાલભાઈ ઇટાલીયા, મનોજભાઈ સોરઠીયા, યુવરાજસિંહ જાડેજા અને રાકેશ હિરપારએ વિડીયો જાહેર કરી સમર્થન આપ્યું છે.
ADVERTISEMENT