હોંસલા હૈ બુલંદ: અમિતાભ બચ્ચનની સારવાર કરનાર 'ડૉકટરે' 84 વર્ષની ઉંમરે આપી ધોરણ 8ની પરીક્ષા

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં એક વૃદ્ધ આયુર્વેદાચાર્યને ભણવાનો એવો જુસ્સો છે કે તેઓ 84 વર્ષની ઉંમરે ધોરણ 8ની પરીક્ષા આપી રહ્યા છે. આયુર્વેદાચાર્ય પ્રકાશ ઈન્ડિયન ટાટા (Dr Prakash Tata Ayurvedacharya) એ લોકો માટે પ્રેરણા છે જેઓ અભ્યાસ ન કરવાનું બહાનું બનાવે છે.

Dr Prakash Tata Ayurvedacharya

'ડૉકટરે'એ 84 વર્ષની ઉંમરે આપી 8મા ધોરણની પરીક્ષા

follow google news

મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં એક વૃદ્ધ આયુર્વેદાચાર્યને ભણવાનો એવો જુસ્સો છે કે તેઓ 84 વર્ષની ઉંમરે ધોરણ 8ની પરીક્ષા આપી રહ્યા છે. આયુર્વેદાચાર્ય પ્રકાશ ઈન્ડિયન ટાટા (Dr Prakash Tata Ayurvedacharya) એ લોકો માટે પ્રેરણા છે જેઓ અભ્યાસ ન કરવાનું બહાનું બનાવે છે. તમને જણાવી દઈએ કે, આયુર્વેદાચાર્ય પ્રકાશ ઈન્ડિયન ટાટા ક્યારેય સ્કૂલ નથી ગયા. તેઓ આયુર્વેદના જ્ઞાનથી અને ઔષધિઓથી અનેક હસ્તીઓની ગંભીર બીમારીઓની સારવાર કરી ચૂક્યા છે. 

ધોરણ 8ની આપી રહ્યા છે પરીક્ષા 

ખરેખર, શ્રીલંકાના ક્રિકેટર સનથ જયસૂર્યાની સારવાર કરીને ચર્ચામાં આવેલા છિંદવાડાના આયુર્વેદચાર્ય ડૉ. પ્રકાશ ઈન્ડિયન ટાટા આ દિવસોમાં ધોરણ 8ની પરીક્ષા આપી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ આ સત્ય છે. તે દરરોજ 12થી 15 વર્ષના બાળકોની સાથે પેપર આપવા માટે નોનિયા કર્બલની સરકારી સ્કૂલના પરીક્ષા હોલમાં પહોંચી રહ્યા છે. આયુર્વેદાચાર્ય પ્રકાશ ઈન્ડિયન ટાટા છિંદવાડાના ગુડી અંબાડા વિસ્તારના રહેવાસી છે. ભણ્યા વગર ડોક્ટર પ્રકાશ ટાટા આયુર્વેદમાં નિપુણ બન્યા અને તેઓએ લગભગ 112 દેશોની યાત્રા કરીને ઘણા લોકોની આયુર્વેદ પદ્ધતિથી સારવાર કરી છે. 

ક્યારેય સ્કૂલે નથી ગયા ડૉક્ટર ટાટા

ડૉક્ટર ટાટાએ NBTને જણાવ્યું કે, તેઓ ક્યારેય સ્કૂલે ગયા નથી. જ્યારે તેઓ 5 વર્ષના હતા, ત્યારે તેમને એક ગુરુ મળ્યા જેઓ તેમને અમરકંટક લઈ ગયા. ત્યાં તેમણે 20 વર્ષ સુધી આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિ શીખી અને ઔષધિઓનું જ્ઞાન મેળવ્યું. આ પછી તેમણે પરાસિયા વિસ્તારમાં તેમનું આયુર્વેદિક દવાખાનું ખોલ્યું. અહીંથી પાતાલકોટમાં વિવિધ ઔષધિઓ પર સંશોધન કર્યું.

થોડા વર્ષો પહેલા આપી હતી ધો.5ની પરીક્ષા

છિંદવાડામાં જન્મેલા ડૉ. પ્રકાશ ટાટા ભલે છિંદવાડામાં રહેતા હોય, પરંતુ માયા નગરી મુંબઈમાં પણ તેમનું નિવાસસ્થાન છે. અહીં પણ ઘણી હસ્તીઓ તેમને મળવા અને સારવાર કરાવવા આવે છે. થોડા વર્ષો પહેલા તેમણે ધોરણ 5ની પરીક્ષા આપી હતી અને હવે તેઓ ધોરણ 8ની પરીક્ષા આપી રહ્યા છે. ડૉક્ટર ટાટા કહે છે કે તેમણે ક્યારેય કોઈને કહ્યું નથી કે તેમની પાસે કોઈ ડિગ્રી છે.

અનેક હસ્તીઓની કરી ચૂક્યા છે સારવાર 

તાજેતરમાં જ ડૉ ટાટાએ આયુર્વેદ પદ્ધતિ દ્વારા શ્રીલંકાના પ્રખ્યાત ક્રિકેટર સનથ જયસૂર્યાના લકવાની સારવાર કરી હતી, જેના પછી તેઓ ચર્ચામાં આવ્યા હતા. વાસ્તવમાં, સનથ જયસૂર્યાએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડૉ. ટાટા સાથેના તેમના અનુભવો શેર કર્યા હતા. ડૉક્ટર ટાટાએ દાવો કર્યો છે કે તેઓ અમિતાભ બચ્ચન અને ઘણા દેશોના રાજકારણીઓની સારવાર કરી ચૂક્યા છે.

    follow whatsapp