GSSSB CCE Exam: જૂનિયર-સિનિયર ક્લાર્ક સહિતની પરીક્ષાના પરિણામ ક્યારે આવશે? સામે આવ્યું મોટું અપડેટ

GSSSB CCE Result 2024: ગાંધીનગરમાં ફરી એકવાર આંદોલનના સૂર ઉઠયા છે. ફોરેસ્ટના ઉમેદવાર દ્વારા CBRT પદ્ધતિ રદ્દ કરવાની માંગ સાથે ત્રણ દિવસથી આંદોલન કરી રહ્યા છે, એવામાં ગૌણ સેવા દ્વારા લેવામાં આવેલ CCEની પરીક્ષાના પરિણામને લઈને ઉમેદવારોમાં ચર્ચા ચાલી રહી છે.

GSSSB CCE Exam

GSSSB CCE Exam

follow google news

GSSSB CCE Result 2024: ગાંધીનગરમાં ફરી એકવાર આંદોલનના સૂર ઉઠયા છે. ફોરેસ્ટના ઉમેદવાર દ્વારા CBRT પદ્ધતિ રદ્દ કરવાની માંગ સાથે ત્રણ દિવસથી આંદોલન કરી રહ્યા છે. એવામાં ગૌણ સેવા દ્વારા લેવામાં આવેલ CCEની પરીક્ષાના પરિણામને લઈને ઉમેદવારોમાં ચર્ચા ચાલી રહી છે. સિનિયર પત્રકાર દિપક રાજાણી પાસેથી મળતી માહિતી અનુસાર, CCE ની ફાઈનલ આન્સર કી જાહેર થયા બાદ 58 ઓબ્જેક્શન મંડળને મળ્યા છે અને પરિણામની ડેડલાઇન 14 ઓગસ્ટ સુધીની આપવામાં આવી હતી. જેમાં હવે થોડું મોડું થવાની સંભાવના અંગેની જાણકારી મળી રહી છે. જોકે હજુ ગૌણ સેવા મંડળ તરફથી કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ જે પ્રકારે ફોરેસ્ટના ઉમેદવારની માંગ ચાલી રહી છે અને 9 તારીખે તેમના માર્કસ જાહેર કરવાની વાત કરવામાં આવી છે, માટે CCE ની પરીક્ષાના પરિણામમાં થોડું મોડું થઈ શકે છે. 

CCEની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે?

અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે, ગ્રુપ A અને ગ્રુપ B માટેની સંયુક્ત પ્રિલિમ પરીક્ષાઓ 20 મેના રોજ લેવામાં આવી હતી તેના પરિણામ 30 જૂન આસપાસ પ્રકાશિત કરવામાં આવશે, પરંતુ જૂન મહિના બાદ જુલાઈ મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે છતાં પરિણામને લઈ કોઈ અપડેટ ન આવતા ઉમેદવારોએ આખરે કંટાળીને સોશિયલ મીડિયા પર #Declare_CCE_Result સાથે વિરોધ અભિયાન શરૂ કર્યું હતું. જે બાદ બીજા જ દિવસે ગૌણ સેવા મંડળે CCEની ફાઇનલ આન્સર કી જાહેર કરી દીધી હતી અને પરિણામ માટે 14 ઓગસ્ટ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો જેમાં મળતી માહિતી પ્રમાણે હવે થોડું મોડું થશે.

Gandhinagar: ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો માટે મોટા સમાચાર, ઉગ્ર આંદોલન બાદ નવું કટ-ઓફ લિસ્ટ જાહેર

ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની શું માંગ છે?

ગાંધીનગર શહેરના સેક્ટર 11 રામકથા મેદાન ખાતે ફોરેસ્ટના ઉમેદવારો પહોંચ્યા હતા. જેને લઈ રામકથા મેદાન ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું કે, 2022 માં આ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી હતી. 823 પદ માટે 8 લાખ અરજીઓ થઈ હતી અને તેમાંથી 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા CBRT પદ્ધતિથી લેવાઇ હતી. જેમાં નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓના માર્ક્સ જાહેર થવા જોઈએ તે અંગે ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા ના પાડવામાં આવી છે, જેને લઈ ઉમેદવારોની માંગ છે કે  નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના માર્ક્સ જાહેર કરવામાં આવે, CBRT પદ્ધતિ સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે અને સાથે જ જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓમાં વધારો કરવામાં આવે.   

    follow whatsapp