GSSSB Exam Result: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 70 દિવસ પહેલા CCEની પરીક્ષા (CCE Exam Result) લેવામાં આવી હતી. વર્ગ-3ની 5554 જગ્યાઓ પર ભરતી માટે લાખો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ તમામ ઉમેદવારોના મનમાં હાલ એક જ સવાલ છે કે પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે? મુખ્ય પરીક્ષાનું આયોજન ક્યારે થશે? કારણ કે પરીક્ષાને લગભગ 2 મહિનાથી ઉપરનો સમય થઈ ગયો છે છતાં હજુ FAK અને Result આવ્યું નથી. ઉમેદવારો મહિનાઓથી રાહ જોઈને બેસી રહ્યા છે.
ADVERTISEMENT
CCEની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે?
અગાઉ જાહેરાત કરવામાં આવી હતી કે, ગ્રુપ A અને ગ્રુપ B માટેની સંયુક્ત પ્રિલિમ પરીક્ષાઓ 20 મેના રોજ લેવામાં આવી હતી તેના પરિણામ 30 જૂન આસપાસ પ્રકાશિત કરવામાં આવશે, પરંતુ જૂન મહિના બાદ જુલાઈ મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે છતાં પરિણામ તો છોડો હજુ સુધી FAK ને લઈને પણ કોઈ અપડેટ સામે આવ્યું નથી. એવામાં ઉમેદવારોએ આખરે કંટાળીને સોશિયલ મીડિયા પર #Declare_CCE_Result સાથે વિરોધ અભિયાન શરૂ કર્યું છે.
ટ્વિટટ પર ઉમેદવારોનો વિરોધ
ટ્વિટટ પર ઉમેદવારો દ્વારા #Declare_CCE_Result સાથે વિરોધ ચાલી રહ્યો છે, જેમાં તેઓ માંગણી કરી રહ્યા છે CCEની FAK અને Result વહેલી તકે જાહેર કરવામાં આવે. સાથે જ નવી પરીક્ષા પદ્ધતિને લઈને પણ ઘણા સવાલો થઈ રહ્યા છે. ઉમેદવારો લખે છે કે, CBRT માં પ્રશ્નોના ખોટા typing અને translation થી ઘણી સમસ્યાઓ તથા અન્યાય થાય છે.
સિનિયર પત્રકાર દિપક રાજાણી સાથે વાતચીત
ઉમેદવારો દ્વારા સિનિયર પત્રકાર દિપક રાજાણી સાથે આ મુદ્દે વાત કરવામાં આવી હતી. તેમને ઉમેદવારોને જાણકારી આપતા કહ્યું કે, ઓગસ્ટ મહિનાના પહેલા અઠવાડિયામાં CCEની FAK આવી શકે છે. મંડળ દ્વારા બીટ ગાર્ડ અને CCE પરીક્ષાના પરિણામને લઈ પૂરી જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે અને 31 જુલાઈ સુધીમાં બીટ ગાર્ડનું પરિણામ આવી જશે તથા CCE પરીક્ષાના ઉમેદવારોને ઓગસ્ટ મહિના સુધીમાં ખુશખબર મળી શકે છે. સાંભળો સંપૂર્ણ વાતચીત...
ADVERTISEMENT