VMC Recruitment: વડોદરા મહાનગર પાલિકામાં ધો.10 પાસ માટે નોકરીની તક, 63 હજાર સુધી મળશે પગાર

VMC Recruitment 2024: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી બહાર પાડવામાં આવી છે. વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં સૈનિક (ફાયરમેન)ની 24+8 જગ્યાઓ ભરવા માટેનું નોટિફિકેશન બહાર પડાયું છે.

Vadodara News

Vadodara News

follow google news

VMC Recruitment 2024: સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે વડોદરા મહાનગરપાલિકામાં ભરતી બહાર પાડવામાં આવી છે. વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં સૈનિક (ફાયરમેન)ની 24+8 જગ્યાઓ ભરવા માટેનું નોટિફિકેશન બહાર પડાયું છે. આ માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો આ માટે 6 ઓગસ્ટ 2024 સુધીમાં અરજી કરી શકે છે. આ ભરતી માટે એપ્લાય કરવાની અરજી પ્રક્રિયા, શારીરિક લાયકાત, વય મર્યાદા તથા પગાર ધોરણની વિગતો નીચે વાંચો.

અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત

વડોદરા મહાનગર પાલિકામાં 24 + 8 (સંભવિત ખાલી થનાર) જગ્યાઓ પર ભરતી થશે. આ માટે ઉમેદવાર ધો.10 પાસ હોવા જોઈએ. સરકાર માન્ય સંસ્થાનો ફાયરમેન કોર્સ પાસ કરેલો હોવો જોઈએ. બચાવ કાર્ય મુજબ તરતા આવડવું જોઈએ. ગુજરાતી લખતા, વાંચતા અને બોલતા આવડવું જોઈએ અને ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઈએ. સાથે ઉમેદવારની ઉંચાઈ 165 સે.મીથી વધુ વજન 50 કિલોથી વધુ અને છાતી સામાન્યમાં 81 સે.મી ફુલાવેલી 86 સે.મી થવી જોઈએ.

અરજી કરવાની લિંક અને પગાર ધોરણ

વડોદરા મહાનગરપાલિકામાં ફાયરમેનની પોસ્ટ માટે પસંદગી પામનાર ઉમેદવારને પ્રથમ 3 વર્ષ માટે 26,000 રૂપિયા માસિક ફિક્સ પગાર મળશે. ત્યાર બાદ સરકારના નાણા વિભાગના ઠરાવ મુજબ સંતોષકારક કામગીરી પૂર્ણ થતા સાતમા પગારપંચ મુજબ લેવલ-2 (પે મેટ્રિક્સ 19,900 - 63,200)થી નિયમ મુજબ સમાવવા અંગે વિચારણા કરાશે. અરજી કરવા માટે https://vmc.gov.in/Recruitment/ApplyOnline.aspx?PostId=V469 લિંક પર ક્લિક કરીને તમારી વિગતો ભરવાની રહેશે. અરજી કરનાર જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ.400 ફી ભરવાની રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોએ રૂ.200ની ફી ઓનલાઈન ભરવાની રહેશે. 

VMCમાં સૈનિકની ભરતી માટેનું નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો

કેવી રીતે થશે ઉમેદવારોની પસંદગી?

ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની પહેલા શારીરિક કસોટી લેવામાં આવશે. આ ટેસ્ટ પાસ કરનાર સફળ ઉમેદવારોની 100 માર્ક્સની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે, જેમાં ઉતિર્ણ થનારા ઉમેદવારોની મૌખિક કસોટી લેવામાં આવશે. 

    follow whatsapp