યુનિવર્સિટી અને કોલેજોમાં એડમિશનના નિયમમાં થશે મોટો ફેરફાર, UGC તરફથી નિર્ણયને મળી લીલીઝંડી

Gujarat Tak

12 Jun 2024 (अपडेटेड: Jun 12 2024 5:30 PM)

College Admission: દુનિયાભરની યુનિવર્સિટીઓમાં વર્ષમાં બે વાર એડમિશન થાય છે. તેનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થાય છે.ખાસ કરીને તે વિદ્યાર્થીઓને કે જેઓ કોઈ કારણસર જુલાઈ-ઓગસ્ટના સત્રમાં પ્રવેશ લઈ શકતા નથી. તેમને પ્રવેશ લેવા માટે એક વર્ષની રાહ નથી જોવી પડતી. આને ધ્યાનમાં રાખીને ભારતીય યુનિવર્સિટીઓને વૈશ્વિક ઓળખ અપાવવા માટે, UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)એ એક મોટું પગલું ભર્યું છે.

College Admission

College Admission

follow google news

College Admission: દુનિયાભરની યુનિવર્સિટીઓમાં વર્ષમાં બે વાર એડમિશન થાય છે. તેનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થાય છે.ખાસ કરીને તે વિદ્યાર્થીઓને કે જેઓ કોઈ કારણસર જુલાઈ-ઓગસ્ટના સત્રમાં પ્રવેશ લઈ શકતા નથી. તેમને પ્રવેશ લેવા માટે એક વર્ષની રાહ નથી જોવી પડતી. આને ધ્યાનમાં રાખીને ભારતીય યુનિવર્સિટીઓને વૈશ્વિક ઓળખ અપાવવા માટે, UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)એ એક મોટું પગલું ભર્યું છે.

ક્યારથી લાગુ થશે બે વખત એડમિશનનો નિયમ?

વિદેશી યુનિવર્સિટીઓને જોતા હવે દેશની યુનિવર્સિટીઓમાં પણ વર્ષમાં બે વાર પ્રવેશ આપવામાં આવશે. UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) આની મંજૂરી આપી દીધી છે. જુલાઈ-ઓગસ્ટની સાથે જ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પણ એડમિશન થશે. આ નિયમ આજ સત્રમાં લાગૂ થશે. UGC અધ્યક્ષ જગદીશ કુમારે તેની જાનકારી આપી. 

વર્ષમાં બે વાર પ્રવેશથી વિદ્યાર્થીઓને થશે ફાયદા

તેમણે કહ્યું કે, શૈક્ષણિક સત્ર 2024-2025માં જુલાઈ-ઓગસ્ટ અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આમ બે વાર પ્રવેશ આપવામાં આવશે. વર્ષમાં બે વાર પ્રવેશથી વિદ્યાર્થીઓને ખૂબ લાભ થશે. જો વિદ્યાર્થી જુલાઈ-ઓગસ્ટ વાળા સત્રનાં પ્રવેશમાં ચૂકી જાય તો તેમને આવતા સત્ર માટે આખા વર્ષની રાહ નહીં જોવી પડે. આટલું જ નહીં વર્ષમાં બે વાર કેમ્પસ સિલેક્શન પણ કરવામાં આવશે. આનાથી યુવાઓને રોજગાર અને વધુ અવસરો પણ મળશે.

તેમણે કહ્યું કે, વિશ્વભરની યુનિવર્સિટીઓ પહેલાથી જ આ પ્રક્રિયાને અનુસરી રહી છે. હવે ભારતમાં તેના અમલીકરણથી આપણી વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં સુધારો થશે. અમે વૈશ્વિક શૈક્ષણિક ધોરણો સાથે સુસંગત રહીશું. જો કે, તેમણે એમ પણ કહ્યું છે કે, યુનિવર્સિટીઓ માટે વર્ષમાં બે વાર પ્રવેશ આપવો ફરજિયાત રહેશે નહીં. ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ કે જેની પાસે જરૂરી શિક્ષણ ફેકલ્ટી છે તેઓ આ લાભ મેળવી શકે છે. તેમણે કહ્યું કે હાલમાં યુનિવર્સિટીઓ અને કોલેજો દર વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપે છે.

    follow whatsapp