SSC MTS Registration 2024: સ્ટાફ સિલેક્શન કમિશને (SSC) મલ્ટિટાસ્કિંગ સ્ટાફ ભરતી 2024 માટે અરજીની છેલ્લી તારીખમાં વધારો કર્યો છે. છેલ્લી તારીખની સાથે SSC એ MTS માટેની ખાલી જગ્યાઓમાં પણ વધારો કરી હવે અગાઉની 4887 થી 6144 કરવામાં આવી છે.
ADVERTISEMENT
SSC MTS 2024: Registration deadline extended
SSC એ MTS અને હવાલદાર ભરતી પરીક્ષા 2024 માટે નોંધણી માટેની છેલ્લી તારીખ 31 જુલાઈની જગ્યાએ હવે 3 ઓગસ્ટ 2024 સુધી લંબાવી છે. ઉમેદવારો હવે ssc.gov.in પર ઉપલબ્ધ SSC ના વન ટાઇમ રજિસ્ટ્રેશન (OTR) પોર્ટલનો ઉપયોગ કરીને સત્તાવાર વેબસાઇટ પર પોતાને નોંધણી કરાવી શકે છે. SSC MTS અને હવાલદાર પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ ભારતીય નાગરિક હોવું જરૂરી છે, તેમજ અમુક ચોક્કસ વય મર્યાદાઓ છે. SSC MTS માટે વય મર્યાદા 18 વર્ષથી 25 વર્ષ સુધીની છે. જ્યારે હવાલદાર માટે વય મર્યાદા 18 વર્ષથી 27 વર્ષ છે.
ફોરેસ્ટની પરીક્ષાના ઉમેદવાર માટે મોટા સમાચાર, વિવાદ બાદ ગૌણ સેવાના અધ્યક્ષે કરી ખાસ જાહેરાત
- લાયકાત: આ પોસ્ટ્સ માટે અરજી કરવા 10મા ધોરણ (મેટ્રિક) પરીક્ષા પાસ હોવું જરૂરી છે
- પસંદગી: લેખિત પરીક્ષા, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ, ડીવી રાઉન્ડ અને મેડિકલ રાઉન્ડના આધારે કરવામાં આવશે. ફિટનેસ ટેસ્ટ માત્ર હવાલદાર પદ માટે જ હશે.
- અરજી ફી: જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે 100 રૂપિયા, બાકીની આરક્ષિત શ્રેણીઓએ ફી ભરવાની જરૂર નથી
- વધુ વિગત: અન્ય વિગતો અને અપડેટ્સ માટે ઓફિશિયલ વેબસાઇટ ssc.gov.in ની મુલાકાત લઈ શકો છો.
વાંચો સંપૂર્ણ નોટિફિકેશન:- View PDF
Tier-1 ની પરીક્ષા ક્યારે યોજાશે?
SSC MTS Tier-1 પરીક્ષાની સત્તાવાર તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એવી આશા છે કે આ પરીક્ષા ઓક્ટોબર અથવા નવેમ્બર 2024માં લેવામાં આવી શકે છે.
ADVERTISEMENT