SSC MTS 2024 Exam Dates: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ મલ્ટી-ટાસ્કિંગ (નોન-ટેકનિકલ) સ્ટાફ અને હવાલદાર (CBIC અને CBN) પરીક્ષા 2024 (SSC MTS Exam date) માટેની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારો આયોગની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in પર જઈને નોટિસ જોઈ શકે છે. SSC MTS પરીક્ષા સપ્ટેમ્બરથી નવેમ્બર 2024 દરમિયાન લેવામાં આવશે.
ADVERTISEMENT
પરીક્ષાની તારીખ અને પસંદગી પ્રક્રિયા
સૂચના મુજબ, SSC MTS 2024ની પરીક્ષા 30 સપ્ટેમ્બરથી 14 નવેમ્બર, 2024 દરમિયાન લેવામાં આવશે. પસંદગી પ્રક્રિયામાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBE) અને શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)/શારીરિક ધોરણ કસોટી (PST)નો સમાવેશ થશે. PET અને PST માત્ર હવાલદારની પોસ્ટ માટે છે. તે જ સમયે, એપ્લિકેશનમાં ભૂલ સુધારણા વિંડો 16 ઓગસ્ટના રોજ ખુલશે અને 17 ઓગસ્ટ, 2024 ના રોજ બંધ થશે.
SSC MTS ખાલી જગ્યાઓ થયો કરવામાં આવ્યો વધારો
નોંધનીય છે કે SSCએ મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (નોન-ટેક્નિકલ) પોસ્ટની સંખ્યા 4,887 થી વધારીને 6,144 કરી છે. કુલ 3,439 હવાલદાર પોસ્ટ્સ સાથે, MTS અને હવાલદાર પરીક્ષા 2024 દ્વારા ભરવાની કુલ પોસ્ટ્સની સંખ્યા હવે 9,583 પર ભરતી બહાર પાડવામાં આવી છે.
ADVERTISEMENT