SBI Recruitment 2024: બેંકમાં નોકરી મેળવવા માટે તૈયારી કરનારા ઉમેદવારને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં નોકરી કરવાની સુવર્ણ તક છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 150 સ્પેશિયલ કેડર ઓફિસર્સની ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારો આ ભરતી વિશે વિગતવાર માહિતી સત્તાવાર વેબસાઇટ sbi.co.in મળશે. SBI ભરતી 2024 માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતની માહિતી નીચે પ્રમાણે છે.
ADVERTISEMENT
SBI ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત
ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIBF) દ્વારા પ્રમાણિત ફોરેન એક્સચેન્જ (ફોરેક્સ) માં પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
SBI ભરતી 2024 માટે અનુભવ
કોઈપણ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકમાં ટ્રેડ ફાઇનાન્સ સંબંધિત કામમાં એક્ઝિક્યુટિવ હોલ્ડિંગ સુપરવાઇઝરી ભૂમિકા તરીકે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.
Samras Hostel Admission 2024: સમરસ હોસ્ટેલમાં એડમિશન શરૂ, વિદ્યાર્થીઓને ફ્રી રહેવા-જમવાની સુવિધા
કેટલો પગાર મળશે?
SBI બેંક ભરતીની આ પોસ્ટ માટે મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ II (48170-49910) મુજબ હશે. પગારની સાથે DA, HRA, CCA, પ્રોવિડન્ટ ફંડ, કોન્ટ્રીબ્યુટરી પેન્શન ફંડ જેવા ફંડ પણ ઉપલબ્ધ થશે. જોડાયા પછી છ મહિનાનો પ્રોબેશન પિરિયડ રહેશે.
સમગ્ર નોટિફિકેશન અહીં જુઓ: View PDF
પસંદગી કેવી રીતે કરવામાં આવશે?
સૌ પ્રથમ ઉમેદવારોને તેમની લાયકાત અને અનુભવના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ પછી તમને સીધા ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. આ ઈન્ટરવ્યુ 100 માર્કસનું હશે.
ADVERTISEMENT