RTE Admission News: રાજ્યભરમાં RTE હેઠળ ગરીબ બાળકોના પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને સ્કૂલો પણ શરૂ થઈ ગઈ છે. આ સાથે હવે RTE હેઠળ એડમિશન લેનારા બાળકોને ચૂકવાતી સહાય માટે અમદાવાદ શહેર DEO દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. RTE હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના ખાતામાં રૂ.3 હજારની સહાય ચૂકવાય છે.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓને મળે છે વર્ષે 3 હજારની સહાય
RTE હેઠળ સ્કૂલોમાં પ્રવેશ લેનારા બાળકો તેમજ અગાઉના વર્ષોમાં પ્રવેશ મેળવનારા બાળકોને સરકાર દ્વારા દર વર્ષે સ્કૂલ યુનિફોર્મ તથા સ્ટેશનરી સહાય પેટે રૂ.3 હજાર ચૂકવવામાં આવે છે. અગાઉ સ્કૂલો પાસેથી વિદ્યાર્થીઓની વિગતો મગાવીને તેમના બેંક એકાઉન્ટમાં સહાયના ચેક ઈશ્યૂ કરવામાં આવતા, જેમાં ઘણી વાર લાગતી, આથી સહાય ચૂકવણીમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીનો સમય લાગી જતો. જોકે આ વખતે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા RTE વિદ્યાર્થીઓની પોર્ટલ પર વિગતો મગાવીને ચૂકવણી કરવાનું નક્કી થયું હતું.
ક્યારે આવી શકે સહાયની રકમ?
જેને પગલે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ RTE વિદ્યાર્થીઓની વિગતો સ્કૂલો પાસેથી ઓનલાઈન મગાવાઈ હતી. એવામાં બેંકની વિગતો મળ્યા બાદ ગ્રાન્ટ મળતા જ તરત વિદ્યાર્થીઓને સહાયની ચૂકવણી કરવામાં આવશે. એક ગુજરાતી સમાચાર પત્રના અહેવાલ મુજબ, વિદ્યાર્થીઓના બેંક ખાતામાં 17 જુલાઈના રોજ કચેરી દ્વારા રૂ.3 હજારની સહાય ચૂકવી શકાય છે. સ્કૂલોને વિદ્યાર્થીઓની બેંકની વિગતો તથા બાળક શાળામાંથી નીકળી ગયું હોય તો તેની વિગતો પોર્ટલમાં અપડેટ કરવા માટે હાલ જણાવાયું છે.
ADVERTISEMENT