RBI Recruitment: રિઝર્વ બેંકમાં ગ્રેડ-B ઓફિસરની ભરતી બહાર પડી, 1.16 લાખ સુધી મળશે પગાર

Gujarat Tak

24 Jul 2024 (अपडेटेड: Jul 24 2024 4:38 PM)

RBI Recruitment: રિઝર્વ બેંકમાં સરકારી નોકરી મેળવવા અને RBI ગ્રેડ B પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વિવિધ વિભાગોમાં ગ્રેડ Bની જગ્યાઓ પર સીધી ભરતી માટે દર વર્ષે લેવામાં આવતી પરીક્ષાનું આ વર્ષનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

RBI Jobs

RBI Jobs

follow google news

RBI Recruitment: રિઝર્વ બેંકમાં સરકારી નોકરી મેળવવા અને RBI ગ્રેડ B પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વિવિધ વિભાગોમાં ગ્રેડ Bની જગ્યાઓ પર સીધી ભરતી માટે દર વર્ષે લેવામાં આવતી પરીક્ષાનું આ વર્ષનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. બેંક દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન મુજબ, આ વખતે પરીક્ષા કુલ 94 પોસ્ટ માટે લેવામાં આવશે.

કોણ કરી શકે છે અરજી?

RBI દ્વારા આયોજિત ગ્રેડ B ઓફિસર (જનરલ) ની ભરતી પરીક્ષામાં બેસવા માટે, ઉમેદવારોએ ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે સ્નાતક થયેલ હોવું આવશ્યક છે. જ્યારે, ગ્રેડ B ઓફિસર (DEPR) માટે, વ્યક્તિએ ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ સાથે અર્થશાસ્ત્ર અથવા સંબંધિત વિષયોમાં PG પાસ કરેલ હોવું જોઈએ. તેવી જ રીતે, ગ્રેડ B ઓફિસર (DSIM) માટે, વ્યક્તિએ ન્યૂનતમ 55% માર્ક્સ સાથે આંકડાશાસ્ત્ર અથવા સંબંધિત વિષયોમાં PG કરેલું હોવું જોઈએ. તમામ પોસ્ટ માટે વય મર્યાદા 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે છે. અનામત વર્ગોના ઉમેદવારોને કેન્દ્ર સરકારના નિયમો અનુસાર મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

ફોર્મ ભરવાની અંતિમ તારીખ

RBI દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન મુજબ, ઉમેદવારો ઓનલાઈન લિંકની મદદથી 25 જુલાઈ 2024થી 16 ઓગસ્ટ 2024 સુધીમાં અરજી કરી શકે છે. આ સાથે જ પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. જેમાં DR (જનરલ)ની પ્રથમ તબક્કાની પરીક્ષા 8 સપ્ટેમ્બર અને DEPR, DSIM માટેની પરીક્ષા 14 સપ્ટેમ્બરના રોજ યોજાશે. જ્યારે બીજા તબક્કાની પરીક્ષા DR (જનરલ) માટે 19 ઓક્ટોબર અને DEPR, DSIM માટે 26 ઓક્ટોબરના રોજ યોજાશે. આ બાદ ઈન્ટરવ્યૂ યોજાશે. ગ્રેડ-બીની આ પરીક્ષામાં 1,16,914 રૂપિયા સુધીનો પગાર મળશે.

અરજી માટે કેટલી ફી ભરવાની રહેશે?

ઉમેદવાર બેંકની ભરતીની અધિકૃત વેબસાઇટ, opportunities.rbi.org.in પર જઈને સક્રિય લિંકના એપ્લિકેશન પેજની મુલાકાત લઈને અરજી કરી શકશે. અરજી દરમિયાન, ઉમેદવારોએ ઓનલાઈન માધ્યમથી રૂ. 850 (GST વધારાની) નિર્ધારિત ફી ચૂકવવી પડશે, જે SC/ST/PWD ઉમેદવારો માટે માત્ર રૂ. 100 (GST વધારાની) છે.
 

    follow whatsapp