PM Kisan Samman Nidhi Yojana: આ કામ બાકી હશે તો નહીં મળે 2000 રૂપિયાનો હપ્તો, તમે જાણો છો બદલાયેલો નિયમ

PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, નોંધાયેલા ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે.

PM Kisan Samman Nidhi Yojana

PM Kisan Samman Nidhi Yojana

follow google news

PM Kisan Samman Nidhi Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ, નોંધાયેલા ખેડૂતોને દર વર્ષે ત્રણ હપ્તામાં 6000 રૂપિયા આપવામાં આવે છે. ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે. અત્યાર સુધી PM કિસાન યોજનાના 17 હપ્તા આપવામાં આવ્યા છે. એવામાં જો તમે આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા છો અને તમે આ એક કામ નહીં કરાવ્યું હોય તો તમારો હપ્તો અટકી જશે. આ મહત્વનું કામ એટલે કે e-KYC.  તો ચાલો જાણીએ કે e-KYC કેવી રીતે કરાવું. 

e-KYC બે રીતે કરવી શકાય છે

  • પહેલી રીત: નજીકના CSC સેન્ટરની મુલાકાત લો, ત્યાં તમારા બાયૉમેટ્રિક આધારિત ઇ-કેવાયસી કરવી શકો છો. 
  • બીજી રીત: ઘરે બેઠા પણ થઈ શકે છે, જેમાં pmkisan.gov.in વેબસાઇટની મુલાકાત લો પછી 'e-KYC'ના વિકલ્પ પર ક્લિક કરો. 
  • ત્યારબાદ તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરો, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP મળશે તે એન્ટર કરી સબમિટ પર ક્લિક કરવાનું રહેશે.

તો બસ આ રીતે તમે સરળતાથી e-KYC કરવી શકો છે અને આ યોજનાનો લાભ લઈ શકો છો. 

સ્ટેટસ કેવી રીતે જાણી શકાય

  • પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • આ પછી 'Know Your Status' પર ક્લિક કરો.
  • પછી રજીસ્ટ્રેશન નંબર નાખો.
  • આ પછી સ્ક્રીન પર દર્શાવેલ કેપ્ચા દાખલ કરો.
  • બધી માહિતી ભરો અને વિગતો મેળવો પર ક્લિક કરો.
  • હવે તમે સ્ક્રીન પર સ્ટેટસ જોશો.
  • જો તમારા ખાતામાં પૈસા ન આવ્યા હોય તો શું કરવું

જો તમારા ખાતામાં PM કિસાન યોજનાનો 17મો હપ્તો આવ્યો નથી, તો તમે PM કિસાન સન્માન નિધિ યોજનાની અધિકૃત વેબસાઇટ pmkisan-ict@gov.in પર ખેડૂતોના ખૂણામાં હેલ્પ ડેસ્કની મુલાકાત લઈને સમસ્યાનું નિરાકરણ કરી શકો છો. હેલ્પ ડેસ્ક પર ક્લિક કરીને, તમારો આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઇલ નંબર દાખલ કરો.

Get Details પર ક્લિક કરવાથી ક્વેરી ફોર્મ દેખાશે. અહીં ડ્રોપ ડાઉનમાં એકાઉન્ટ નંબર, પેમેન્ટ, આધાર અને અન્ય સમસ્યાઓ સંબંધિત વિકલ્પો આપવામાં આવ્યા છે. તમારી સમસ્યા અનુસાર તેને પસંદ કરો અને તેનું વર્ણન પણ નીચે લખો. પછી તેને સબમિટ કરો. આ સિવાય તમે હેલ્પલાઈન નંબર 0120-6025109, 011-24300606 પર પણ કોલ કરી શકો છો. તમે પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 155261 પર કોલ કરી શકો છો. તમે લેન્ડલાઇન નંબર 011-23381092, 23382401 પર કૉલ કરીને પણ મદદ મેળવી શકો છો.
 

    follow whatsapp