NEET UG 2024 Result : નીટ યુજીના સેન્ટર અને સિટીવાઈઝ રિઝલ્ટ જાહેર, આ રીતે ચેક કરો

NEET UG 2024 Results Declared: NEET UG વિવાદ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET વિદ્યાર્થીઓના સેન્ટર અને સિટી વાઈઝ રિઝલ્ટ ઓનલાઈન અપલોડ કર્યા છે.

NEET UG 2024 Results Declared

નીટ યુજીના સેન્ટર-સિટીવાઈઝ રિઝલ્ટ જાહેર

follow google news

NEET UG 2024 Results Declared:  NEET UG વિવાદ પર સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET વિદ્યાર્થીઓના  સેન્ટર અને સિટી વાઈઝ રિઝલ્ટ ઓનલાઈન અપલોડ કર્યા છે. 5 મેના રોજ યોજાયેલી NEET UG એક્ઝામના સિટી અને સેન્ટરવાઈઝ પરિણામ સત્તાવાર વેબસાઈટ https://exams.nta.ac.in/NEET/ પર અપલોડ કરાયા છે. તેને ચેક કરવા માટે વેબસાઈટના હોમપેજ પર  'NEET (UG) RESULT 2024 CITY/CENTRE WISE' પર ક્લિક કરવું પડશે. પરિણામ અપલોડ કરવા માટે સુપ્રીમ કોર્ટે શનિવારે 12 વાગ્યા સુધીની ડેડલાઈન આપી હતી.

સીરીયલ નંબર અને માર્ક્સ જાહેર

કેન્દ્ર-શહેર મુજબ જાહેર કરાયેલા NEET પરિણામોમાં વિદ્યાર્થીઓની ગોપનીયતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. NTAએ વિદ્યાર્થીઓના નામ, માતા-પિતાના નામ, સરનામા વગેરે જેવી પર્સનલ માહિતી શેર કરી નથી. વિદ્યાર્થીઓના પેપરના માત્ર સીરીયલ નંબર અને માર્કસ જ જાહેર કરવામાં આવ્યા છે. 

સુપ્રીમ કોર્ટે આપી હતી સૂચના

ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે આ પરિણામમાં વિદ્યાર્થીઓની ગોપનીયતાનું ધ્યાન રાખવું જોઈએ. કોઈપણ વિદ્યાર્થીની ઓળખ છતી કર્યા વિના શહેર-કેન્દ્ર મુજબ પરિણામ જાહેર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં NEET વિવાદ કેસની આગામી સુનાવણી 22 જુલાઈએ થવાની છે.

આ રીતે ચેક કરો માર્ક્સ

- સૌ પ્રથમ NEET UG ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- હોમપેજ પર 'NEET (UG) Result 2024 City/Centre Wise' લિંક પર ક્લિક કરો
- અહીં તમારું શહેર અને સેન્ટર દાખલ કરો, જ્યાં તમે NEET UG 2024 ની પરીક્ષા આપી હતી.
- સ્ક્રીન પર PGF ખુલશે, કેન્દ્રનું કોડ-નામ, વિદ્યાર્થીઓનો સીરીયલ નંબર અને ગુણ તપાસો.
- PDF ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.
 

 

 

    follow whatsapp