Gujarat high court માં બમ્પર ભરતી, ધો. 10 થી ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો માટે મોટી તક, જાણો સંપૂર્ણ માહિતી

Gujarat Tak

22 May 2024 (अपडेटेड: May 22 2024 5:00 PM)

Gujarat high court recruitment: ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક બમ્પર ભરતીની જાહેરાત બહાર પડી છે. જેમાં Dyso, કોમ્પ્યુટર ઓપરેટર, પ્રોસેસ બેઈલીફ સહિતની 1578 જગ્યાઓ પર વર્ગ-3 અને 4ની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

Gujarat high court

ગુજરાત હાઇકોર્ટ પોસ્ટની વિગતે માહિતી

follow google news

Gujarat high court recruitment: સરકારી નોકરીની તૈયારી કરતા યુવાઓ માટે મોટી તક આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં વધુ એક બમ્પર ભરતીની જાહેરાત બહાર પડી છે. જેમાં Dyso, કોમ્પ્યુટર ઓપરેટર, પ્રોસેસ બેઈલીફ સહિતની 1578 જગ્યાઓ પર વર્ગ-3 અને 4ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો આજથી 15 જૂન સુધી રાતે 11:59 સુધી અરજી કરી શકે છે.

ગુજરાત હાઇકોર્ટ પોસ્ટની વિગતે માહિતી

  • English Stenographer Grade II- 54
  • Deputy Section Officer- 122
  • Computer Operator (IT Cell)- 148
  • Driver- 34
  • Court Attendant પટાવાળા (વર્ગ-૪)- 208
  • Court Manager- 21

પોસ્ટનું નામ:- Dyso 

ગુજરાત હાઈકોર્ટ દ્વારા (Gujarat High court) Deputy Section Officer ની 122 ખાલી જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. લાયક ઉમેદવારો ખાલી જગ્યાઓ માટે hc-ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવું ફરજિયાત છે. આ સાથે કોમ્પ્યુટરનું સામાન્ય અને ઓપરેશનલ જ્ઞાન પણ હોવું જોઇએ.
વય મર્યાદા : ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ પણ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં ઉપર લિમિટમાં છૂટછાટ લાગુ પડશે.

જિલ્લા કોર્ટમાં પણ આ પોસ્ટ માટે ભરતી

 

વધુ માહિતી વેબસાઈટ્સ પરથી તમે મેળવી શકશો

અત્યારે બહાર પાડવામાં ખાલી જગ્યાઓની વિગતો ઉપર દર્શાવ્યા પ્રમાણે રહેશે. આ સંદર્ભે, ઉપરોક્ત જગ્યાઓની ભરતી માટેની જરૂરી માહીતી સાથેની વિગતવાર જાહેરાત National Testing Agency તથા ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઈટ્સ https://exams.nta.ac.in/HCG/ અને /અથવા https://gujarathighcourt.nic.in/ અને https://hc- ojas.gujarat.gov.in ઉપર તથા નેશનલ ટેસ્ટીંગ એજન્સી, ગુજરાત હાઈકોર્ટ અને જીલ્લા અદાલતોનાં નોટીસ સેક્સન / નોટીસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.

VIDEO: પિક્ચર અભી બાકી હૈ...ક્ષત્રિયો હવે ખેલશે ખરો ખેલ! લોકસભાના પરિણામ બાદ થશે નવા-જૂની?

સ્ટેનોગ્રાફર માટે અરજી કરવાના છેલ્લા 4 દિવસ

આ સિવાય હાલ ગુજરાત હાઈકોર્ટમાં સ્ટેનોગ્રાફરની 244 અને ટ્રાન્સલેટરની 16 પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ક્લાસ-2 અને ક્લાસ-3ની આ ભરતી માટે અરજી કરવા ફોર્મ ભરવાની પ્રક્રિયા 6 મેના રોજ શરૂ થઈ છે અને ઉમેદવારો 26 મે સુધી ફોર્મ ભરી શકશે. હાઈકોર્ટમાં અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-2 (ક્લાસ-2) પર ભરતી માટે ઉંમર મર્યાદા 21થી 40 વર્ષની છે. ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અને કોમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. અંગ્રેજી શોર્ટ હેન્ડમાં ટાઈપિંગ સ્પીડ 120 વર્ડ પર મિનિટ હોવી જોઈએ. જ્યારે અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 (ક્લાસ-3) માટે વયમર્યાદા 21થી 35 વર્ષ સુધીની છે. 

હાઈકોર્ટની વિવિધ ભરતીઓ માટે ફોર્મ ભરવાના શરૂ.

ફોર્મ ભરવાની Link:- https://hc-ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=curr

  
 

    follow whatsapp