NEET UG Topper 2024 Marksheet: NEET નું પરિણામ જાહેર, જુઓ ટોપર Samit Kumar Saini નું પરિણામ

Gujarat Tak

04 Jun 2024 (अपडेटेड: Jun 5 2024 12:56 PM)

NEET 2024 Result: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, અંડરગ્રેજ્યુએટ (NEET-UG) 2024નું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ exams.nta.ac.in/NEET, neet.ntaonline.in પર પરિણામ જોઈ શકે છે

NEET Topper 2024 Marksheet

NEET Topper 2024 Marksheet

follow google news

NEET 2024 Result: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ, અંડરગ્રેજ્યુએટ (NEET-UG) 2024નું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ exams.nta.ac.in/NEET, neet.ntaonline.in પર પરિણામ જોઈ શકે છે. તમને જણાવી દઈએ કે, NTAએ અત્યાર સુધી કોઈ ટોપર્સના નામની જાહેરાત કરી નથી. પરિણામ જોવા માટેની લિંક સક્રિય થઈ ગઈ છે. તેમનું પરિણામ ચકાસવા માટે વિદ્યાર્થીઓએ અરજી નંબર, જન્મ તારીખ દાખલ કરીને સબમિટ કરવાની રહેશે. આ સાથે તમને જણાવી દઈએ કે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) ટૂંક સમયમાં NEET UG કાઉન્સેલિંગની તારીખો જાહેર કરશે.

NEET Topper 2024: NEET UG ટોપર 2024 કોણ બન્યું?

જયપુરના સમિત કુમાર સૈની અને દેવેશ જોશી NEET UG 2024 ટોપર્સ બન્યા છે. તેણે 720માંથી 720 માર્ક્સ મેળવીને NEET 2024 AIR 1 મેળવ્યો છે. NEET 2024 મેરિટ લિસ્ટ ટૂંક સમયમાં બહાર આવશે.

13.16 લાખ બાળકો પાસ કરી NEET ની પરીક્ષા

ટાઈમ્સના અહેવાલ મુજબ આ વર્ષે 13.16 લાખ બાળકોએ NEET પરીક્ષા પાસ કરી છે. ગત વર્ષે 11.45 લાખ ઉમેદવારો પાસ થયા હતા. NEET UG માટે કુલ 20.38 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. રિપોર્ટ્સનું માનીએ તો આ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ 720માંથી 720 માર્કસ મેળવ્યા છે. જો કે, 89 વિદ્યાર્થીઓએ પણ પૂરા માર્કસ મેળવ્યા હોવાનો દાવો કરી રહ્યા છે.

Lok Sabha Elections Results: ગુજરાતમાં ભાજપની હેટ્રીકનું સપનું રોળાયું, જાણો ચૂકના મુખ્ય કારણો

How to Check NEET Result 2024

NEET UG ની વેબસાઇટની મુલાકાત લો.
NEET UG 2024 સ્કોર કાર્ડ માટે અહીં ક્લિક કરો, હોમ પેજ પર નવીનતમ સમાચારના નેવિગેશન બારમાં જોવા મળશે. તેને ક્લિક કરો.
એક નવું પેજ ખુલશે. અહીં તમે NEET સ્કોર કાર્ડની લિંક પણ જોશો. તેને ક્લિક કરો.
NEET લોગીન પેજ ખુલશે.
તમારો NEET એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ ભરો અને અહીં સબમિટ કરો.
તમારું NEET પરિણામ સ્ક્રીન પર દેખાશે. તેને ડાઉનલોડ કરો.

    follow whatsapp