NEET Controversy Supreme Court: NEET પરિણામ પછી દાખલ કરાયેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટમાં NTA એ કહ્યું કે, તેઓ ગ્રેસ માર્ક દૂર કરશે અને જે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્કિંગ મળ્યું હશે તેમની 23મી જૂને ફરીથી પરીક્ષા થશે, જેમાં 1563 ઉમેદવારનો સમાવેશ થાય છે અને ત્યારબાદ કાઉન્સેલિંગ થશે. NTAએ કહ્યું કે, જે ઉમેદવારો 23 જૂન પરીક્ષા આપશે તેનું પરિણામ 30 જૂન પહેલા આવી શકે છે.
ADVERTISEMENT
1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક દૂર કરાશે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગ્રેસ માર્કસ મેળવનારા 1563 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે. આ માટે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને 2 સપ્તાહમાં જવાબ માંગ્યો છે. હવે આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચ NEET UG કેસની સુનાવણી કરી રહી છે.
23 જૂને યોજાશે RE-NEET
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન NTAએ માત્ર 1563 વિદ્યાર્થીઓને બે વિકલ્પ આપ્યા છે, જેમના પરિણામમાં ગ્રેસ માર્કસ બાદ ગેરરીતિના આરોપો હતા. NTAએ કહ્યું કે આ ઉમેદવારો ગ્રેસ માર્કસ વિના NEET UG કાઉન્સિલિંગમાં હાજર રહી શકે છે અથવા ફરીથી NEET પરીક્ષામાં બેસી શકે છે. NTA માત્ર 1563 વિદ્યાર્થીઓ માટે જ રિ-NEET યોજશે જેઓ 6 પરીક્ષા કેન્દ્રો પર યોજાશે.
જૂનમાં જ પરિણામ થશે જાહેર
NTAના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આજે જ પુનઃ પરીક્ષા માટે નોટિફિકેશન જારી કરવામાં આવશે. NEET UG 23 જૂને ફરી હાથ ધરવામાં આવી શકે છે. જૂનમાં જ પરિણામ જાહેર થશે. જેથી કરીને જુલાઈમાં શરૂ થનારા કાઉન્સેલિંગને અસર ન થાય.
ADVERTISEMENT