NEET 2024 Topper Marksheet: NEET નો 'તાજ' ઈશાને હાથ, નેશનલ ટોપરે જણાવ્યું સફળતાનું સિક્રેટ

NEET UG 2024 Topper: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG પરીક્ષા 2024 નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે 67 વિદ્યાર્થીઓએ ટોપર્સની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ પરીક્ષામાં ઉદયપુરની ઈશા કોઠારીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

NEET UG 2024 Topper

NEET UG 2024 Topper

follow google news

NEET UG 2024 Topper Marksheet: નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ NEET UG પરીક્ષા 2024 નું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે 67 વિદ્યાર્થીઓએ ટોપર્સની યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ પરીક્ષામાં ઉદયપુરની ઈશા કોઠારીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ઈશાને 720માંથી પૂરા 720 માર્ક્સ મળ્યા છે. ઓલ ઈન્ડિયા રેન્ક વન હાંસલ કર્યા બાદ ઈશા અને તેના પરિવારની ખુશીની લહેર છવાય ગઈ છે. આટલા સારા માર્ક્સ મેળવ્યા બાદ ઈશા હવે તેની પસંદગીની કોઈપણ જાણીતી મેડિકલ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન મેળવી શકશે.

NEET UG Topper 2024 Marksheet: NEET નું પરિણામ જાહેર, જુઓ ટોપર Samit Kumar Saini નું પરિણામ

ઓલ ઈન્ડિયામાં ટોપ કેવી રીતે કર્યું ઈશાએ જણાવ્યું

ઈશાની ઉંમર માત્ર 17 વર્ષની છે અને તે અભ્યાસમાં ખૂબ જ ઝડપી છે. ઈશાના પિતા પ્લાયવુડનો બિઝનેસ કરે છે. ઈશાએ એમડીએસ સ્કૂલ અને રેડિયન્ટ કોચિંગ સેન્ટરમાંથી NEET પરીક્ષાની તૈયારી કરી હતી. ઈશા 720માંથી 720 માર્ક્સ મેળવીને ખૂબ જ ખુશ છે, તેણી કહે છે કે આખરે તેની મહેનત રંગ લાવી. અમારા સહયોગી આજતક સાથે વાત કરતા ઈશાએ જણાવ્યું કે તે આ પરીક્ષા માટે કેવી રીતે અભ્યાસ કરતી હતી. ઈશાએ જણાવ્યું કે તે દરરોજ 7 કલાક તેના અભ્યાસ માટે ફાળવતી હતી અને જ્યાં સુધી કોઈપણ વિષયનો ખ્યાલ સ્પષ્ટ ન થઈ જાય ત્યાં સુધી તેને છોડતી ન હતી. ઓલ ઈન્ડિયામાં ટોપ રેન્ક મેળવ્યા બાદ ઈશાનું સપનું દિલ્હીની AIIMSમાંથી ડોક્ટર બનવાનું છે. બપોરે પરિણામ આવ્યું ત્યારે ઈશા સૂતી હતી જ્યારે તેના માતા-પિતાએ પરિણામ જોયું તો પરિવારમાં ખુશીની કોઈ સીમા ન રહી. ઈશાએ પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતા તેમજ શિક્ષકોને આપ્યો છે.

 

ઈશાની માતાએ શું કહ્યું

ઈશાની માતા હંસા કોઠારીએ જણાવ્યું કે, તેણે સ્માર્ટ ફોન અને સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે દૂર રહીને અભ્યાસ કર્યો છે. તેનું મિત્રવર્તુળ પણ મર્યાદિત છે અને તે ફક્ત અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દેશની ટોચની મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં જવાનું સપનું પૂરું કરવા જઈ રહેલી ઈશાનું માનવું છે કે ભવિષ્યની ચિંતા કર્યા વિના નિયમિત અભ્યાસ કરવો જરૂરી છે. અભ્યાસ પર ભાર મૂકવાને બદલે, તમારે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

    follow whatsapp