LIC Vacancy 2024: LICએ 15 રાજ્યોમાં ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડી, જાણો પગાર અને અરજી પ્રક્રિયા

​​​​​​​LIC HFL Recruitment 2024: LICમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે કામની માહિતી જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LICLHFL) એ જુનિયર આસિસ્ટન્ટની ખાલી જગ્યા બહાર પાડી છે.

LIC Vacancy

LIC Vacancy

follow google news

LIC HFL Recruitment 2024: LICમાં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો માટે કામની માહિતી જાહેર કરવામાં આવી છે. તાજેતરમાં LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (LICLHFL) એ જુનિયર આસિસ્ટન્ટની ખાલી જગ્યા બહાર પાડી છે. કંપનીએ તેની સત્તાવાર વેબસાઇટ www.lichousing.com પર આ ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જે બાદ 25 જુલાઈથી અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ ભરતી IBPS દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2024 છે.

15 રાજ્યોમાં થશે ભરતી

LICની આ ભરતી દેશના 15 રાજ્યો માટે કરવામાં આવી છે. કયા રાજ્યમાં ખાલી જગ્યાઓની સંખ્યા કેટલી છે? ઉમેદવારો નીચે આ વિગતો જોઈ શકે છે.

રાજ્ય વેકેન્સી
આંધ્ર પ્રદેશ 12
આસામ 5
છત્તીસગઢ 6
ગુજરાત 5
હિમાચલ પ્રદેશ 3
જમ્મુ અને કાશ્મીર 1
કર્ણાટક 38
મધ્યપ્રદેશ 12
મહારાષ્ટ્ર 53
પુડુચેરી 1
સિક્કિમ 1
તમિલનાડુ 10
તેલંગાણા 31
ઉત્તર પ્રદેશ 17
પશ્ચિમ બંગાળ 5
કુલ 200

શૈક્ષણિક લાયકાત

LIC જુનિયર આસિસ્ટન્ટની આ સરકારી નોકરી માટે અરજી કરવા માટે, ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. તમને જણાવી દઈએ કે જે ઉમેદવારોએ પાર્ટ ટાઈમ/ડિસ્ટેન્સથી ગ્રેજ્યુએશન કોર્સ કર્યો છે તેઓ આ માટે પાત્ર નથી. ઉમેદવારો નોટિફિકેશનમાં અન્ય વિગતો જોઈ શકે છે. 

LICમાં જુનિયર આસિસ્ટન્ટની ભરતી માટેનું નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો

પગાર ધોરણ અને વય મર્યાદા

  • વય મર્યાદા- લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ 28 વર્ષ. ઉંમરની ગણતરી 1લી જુલાઈ 2024ના આધારે કરવામાં આવશે.
  • પગાર- રૂ. 32,400 થી રૂ. 35,200 પ્રતિ માસ.
  • અરજી ફી- ઉમેદવારોએ ફોર્મ ભરતી વખતે 800 રૂપિયાની અરજી ફી સબમિટ કરવાની રહેશે. તેમાં 18 ટકા જીએસટી પણ અલગથી ઉમેરવામાં આવશે.
  • પરીક્ષા- સપ્ટેમ્બર 2024
  • એડમિટ કાર્ડ- પરીક્ષાના 7-14 દિવસ પહેલા.
  • પસંદગી પ્રક્રિયા- ઓનલાઈન પરીક્ષા અને ઈન્ટરવ્યુ.

કેટલા માર્ક્સની હશે પરીક્ષા?

ઓનલાઈન પરીક્ષા કુલ 200 ગુણની હશે. જેનો સમયગાળો 120 મિનિટ (2 કલાક) હશે. જેમાં અંગ્રેજી, રીઝનીંગ, જનરલ નોલેજ, કોમ્પ્યુટર સ્કીલ અને ન્યુમેરિકલ વિષયોના પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષામાં 0.25 નેગેટિવ માર્કિંગ પણ હશે. LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડની આ ભરતી સંબંધિત અન્ય વિગતો જાણવા માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

    follow whatsapp