JEE Mains Result 2024: 56 વિદ્યાર્થીઓએ મેળવ્યા 100 પર્સેન્ટાઈલ, JEE એડવાન્સની કટઓફ 5 વર્ષમાં સૌથી વધુ

JEE Mains Result 2024 Session 2 State wise: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE મેન્સ સત્ર-2નું પરિણામ જાહેર કર્યું છે. પરિણામ 24 એપ્રિલે રાત્રે 11 વાગ્યે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર જાહેર કરવામાં આવ્યું હતું.

JEE Mains Result

JEE Mains Result

follow google news

JEE Mains Result 2024 Session 2 State wise: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE મેન્સ સત્ર-2નું પરિણામ જાહેર કર્યું છે. પરિણામ 24 એપ્રિલે રાત્રે 11 વાગ્યે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર જાહેર કરવામાં આવ્યું હતું. સત્ર-2 ની JEE મેન્સ પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો હવે તેમના એપ્લિકેશન નંબરની મદદથી તેમનું સ્કોરકાર્ડ (JEE Mains Scorecard 2024) ચકાસી શકે છે.

પરિણામની સાથે, NTA એ JEE મેન્સ સત્ર-2ની અંતિમ આન્સર કી અને JEE એડવાન્સ્ડ, ઓલ ઈન્ડિયા રેન્ક હોલ્ડર્સ અને રાજ્ય મુજબના ટોપર્સની કટ-ઓફ પણ બહાર પાડી છે. ગયા વર્ષે 2023ની સરખામણીએ આ વર્ષે 13 વધુ એટલે કે 56 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. આ વર્ષે પણ, તેલંગાણા રાજ્ય ટોચ પર છે જ્યાં સૌથી વધુ ઉમેદવારોએ 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. ગયા વર્ષે તેલંગાણાના 11 વિદ્યાર્થીઓએ કોઈપણ ભૂલ વિના 100 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા, આ વર્ષે આ સંખ્યા વધીને 15 થઈ ગઈ છે. ગુજરાતમાંથી મીત પારેખ અને હર્ષલ કાનાણીએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે.

JEE Mains 2024નું કટઓફ કેટલું રહ્યું?

જનરલ- 93.23622181
EWS - 81.3266412
OBC-NCL 79.6757881
SC - 60.0923182
ST- 46.6975840
 

JEE એડવાન્સનું કટઓફ 5 વર્ષમાં સૌથી વધુ

JEE એડવાન્સ 2024 પરીક્ષા માટે કેટેગરી મુજબ લાયક ઉમેદવારોની સંખ્યા જાહેર કરવામાં આવી છે. JEE Main માટે પરીક્ષા આપનારા 1067959 ઉમેદવારોમાંથી 250,284 JEE એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે. બિનઅનામત ક્વોટામાં 97,351 વિદ્યાર્થીઓ અને બિન અનામત PWD ક્વોટામાં 3973 વિદ્યાર્થીઓ છે. EWSમાંથી 25029 ઉમેદવારો, OBC કેટેગરીમાંથી 67,570, SCમાંથી 37,581, SCTમાંથી 18,780 ઉમેદવારો ક્વોલિફાય થયા છે. આ વર્ષે JEE એડવાન્સનો કટઓફ સ્કોર 93.23 રહ્યો છે જ્યારે ગયા વર્ષે તે 90.7 હતો. OBC NCL માટે તે 79.6 રહ્યો છે જ્યારે ગયા વર્ષે તે 73.6 હતો. તે EWS માટે 81.3 (ગયા વર્ષે 75.6), SC માટે 60 (ગયા વર્ષે 51.9) અને ST માટે 46.69 (ગયા વર્ષે 37.23) છે. 2022 માં, બિન અનામત શ્રેણી માટે JEE (એડવાન્સ્ડ) કટ ઓફ 88.4 હતો, OBC માટે તે 67 હતો, EWS માટે તે 63.1 હતો; SC ઉમેદવારો માટે તે 43 હતો અને ST ઉમેદવારો માટે તે 26.7 હતો.

100 પર્સન્ટાઈલ મેળવનાર વિદ્યાર્થીઓની રાજ્યવાર સંખ્યા

  • તેલંગાણા: 15 ઉમેદવારો
  • આંધ્ર પ્રદેશ: 7 ઉમેદવારો
  • મહારાષ્ટ્ર: 7 ઉમેદવારો
  • દિલ્હી (NCR): 6 ઉમેદવારો
  • રાજસ્થાન: 5 ઉમેદવારો
  • કર્ણાટક: 3 ઉમેદવારો
  • ગુજરાત: 2 ઉમેદવારો
  • હરિયાણા: 2 ઉમેદવારો
  • પંજાબ: 2 ઉમેદવારો
  • તમિલનાડુ: 2 ઉમેદવારો
  • બિહાર: 1 ઉમેદવાર
  • ચંડીગઢ: 1 ઉમેદવાર
  • ઝારખંડ: 1 ઉમેદવાર
  • અન્ય: 1 ઉમેદવાર
  • ઉત્તર પ્રદેશ: 1 ઉમેદવાર

JEE Mains Result 2024 જોવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

1: સૌથી પહેલા NTA JEE jeemain.nta.ac.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
2: આ પછી, હોમ પેજ પર ઉપલબ્ધ JEE મેન્સ પરિણામ 2024 લિંક પર ક્લિક કરો.
3: તમારો એપ્લિકેશન નંબર અને જરૂરી વિગતો દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
4: તમારું JEE Mains સ્કોરકાર્ડ સ્ક્રીન પર ખુલશે.
5: JEE મેન્સનું પરિણામ તપાસો અને પેજ ડાઉનલોડ કરો.
6: આગળની જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.

JEE મેન્સ 2024 સત્ર 2 નું પરિણામ ડાયરેક્ટ લિંક

અમે તમને જણાવી દઈએ કે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE Main) એ ભારતની એન્જિનિયરિંગ કૉલેજોમાં પ્રવેશ માટેની એક પ્રવેશ પરીક્ષા છે, જે JEE એડવાન્સ્ડ માટેની ક્વોલિફાઇંગ પરીક્ષા છે. જે ઉમેદવારો JEE મેન્સ લાયક ઠરે છે અને ટોચના 2,50,000 ઉમેદવારોમાં સામેલ છે તેઓને IITs, NITs, IIIT માંથી એન્જિનિયરિંગ કરવા JEE એડવાન્સ્ડ આપવી પડે છે. આ વર્ષે, JEE મેઇન્સમાં જાન્યુઆરી અને એપ્રિલમાં બે રાઉન્ડ હતા. બંને સત્રોમાં હાજર રહેલા ઉમેદવારોનો શ્રેષ્ઠ સ્કોર JEE એડવાન્સ માટે અંતિમ મેરિટ લિસ્ટમાં ગણવામાં આવશે.
 

    follow whatsapp