JEE Advanced Result 2024: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) મદ્રાસે આજે 9 જૂનના રોજ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) એડવાન્સ્ડ 2024નું પરિણામ જાહેર કર્યું છે. જે વિદ્યાર્થીઓએ JEE એડવાન્સ્ડ 2024ની પરીક્ષા આપી હતી, તેઓ હવે સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર પેપર 1 અને પેપર 2 બંનેના સ્કોરકાર્ડ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. પરિણામમાં ઉમેદવારે મેળવેલા માર્ક્સ, કોમન રેન્ક લિસ્ટ (CRL) અને કેટેગરી રેન્ક લિસ્ટનો સમાવેશ થાય છે. પેપર 1 અને 2 બંનેમાં હાજર રહેલા 1,80,200 ઉમેદવારોમાંથી કુલ 48,248 ઉમેદવારો પાસ થયા છે, જેમાં 7,964 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
JEE Advanced 2024 ના ટોપ 10 રેન્કર્સ
1 વેદ લાહોટી - 355 માર્ક્સ - IIT દિલ્હી
2 આદિત્ય - 346 માર્ક્સ - IIT દિલ્હી
3 ભોગલાપલ્લી સંદેશ - 338 માર્ક્સ - IIT મદ્રાસ
4 રિધમ કેડિયા - 337 માર્ક્સ- IIT રૂરકી
5 પુટ્ટી કુશલ કુમાર - 334 માર્ક્સ- IIT મદ્રાસ
6 રાજદીપ મિશ્રા - 333 માર્ક્સ - IIT બોમ્બે
7 દ્વિજા ધર્મેશકુમાર પટેલ - 332 માર્ક્સ - IIT બોમ્બે
8 કોદુરુ તેજસ્વરા - 331 માર્ક્સ - IIT મદ્રાસ
9 ધ્રુવીન હેમંત દોશી - 329 માર્ક્સ - IIT બોમ્બે
10 અલ્લડબોઇના SSDB સિધ્વિક સુહાસ - 329 માર્ક્સ - IIT મદ્રાસ
JEE એડવાન્સ પરિણામ 2024 કેવી રીતે તપાસવું?
- સૌથી પહેલા JEE એડવાન્સ jeeadv.ac.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- હોમપેજ પર 'Important Announcements' માં 'IIT JEE Advanced Result 2024' રિઝલ્ટની લિંક પર ક્લિક કરો.
- હવે માંગવામાં આવેલી જરૂરી ક્રેડેન્શિયલ્સ ડિટેલ્સ દાખલ કરીને લોગ ઈન કરો.
- તમારું પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને ચેક કરો.
- JEE એડવાન્સ પરિણામ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટઆઉટ લો.
10 જૂનથી કાઉન્સેલિંગ શરૂ થશે
IIT NITમાં એડમિશન માટે જોઈન્ટ સીટ એલોકેશન ઓથોરિટી કાઉન્સેલિંગ(josaa counselling 2024) 10 જૂનથી શરૂ થશે. આ કાઉન્સેલિંગ 10 જૂનથી 26 જુલાઈ વચ્ચે 5 રાઉન્ડમાં યોજાશે.
26 મેના રોજ યોજાઈ હતી પરીક્ષા
તમને જણાવી દઈએ કે, IIT એન્ટ્રેન્સ એક્ઝામ 26 મે, 2024ના રોજ દેશભરના ઘણા કેન્દ્રો પર બે શિફ્ટમાં લેવામાં આવી હતી. આન્સર કી 2 જૂને બહાર પાડવામાં આવી હતી. JEE મેઈન 2024ના ટોપ 2.5 લાખ વિદ્યાર્થીઓને જ JEE એડવાન્સ્ડમાં બેસવાની તક મળે છે. આ વર્ષે JEE એડવાન્સ્ડના કટ ઓફ માર્ક્સ વધ્યા હતા. જેઈઈ મેઈન 2024માં જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ન્યૂનતમ કટ-ઓફ 93.2 ટકા હતો.
ADVERTISEMENT