Last five years cut-off of JEE Advanced: IIT મદ્રાસે 26 મેના રોજ JEE Advanced 2024 ની પરીક્ષાનું આયોજન કર્યું હતું. આના દ્વારા દેશની IIT સંસ્થાઓમાં B.Techમાં પ્રવેશ મળશે. JEE એડવાન્સ 2024નું પરિણામ 9 જૂને જાહેર કરવામાં આવશે. આ પહેલા આન્સર કી 2 જૂને રિલીઝ થશે. ઉમેદવારો JEE એડવાન્સ્ડની વેબસાઇટની મુલાકાત લઈને આન્સર કી અને પરિણામ ડાઉનલોડ કરી શકશે. ચાલો જાણીએ કે છેલ્લા પાંચ વર્ષમાં JEE એડવાન્સ્ડ કટ-ઓફનો ટ્રેન્ડ કેવો રહ્યું છે....
ADVERTISEMENT
JEE Advanced 2024 Cut-off
JEE એડવાન્સનું કટ-ઓફ પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા અને પરીક્ષાના મુશ્કેલી સ્તર વગેરેના આધારે નક્કી કરવામાં આવે છે. દર વર્ષે, IIT માં પ્રવેશ માટે JEE એડવાન્સ્ડ કટ-ઓફ સામાન્ય કેટેગરી, EWS, SC, ST, OBC, વિકલાંગ માટે અલગથી કેટેગરી મુજબ બહાર પાડવામાં આવે છે. વર્ષ 2023માં સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે ક્વોલિફાઇંગ કટ-ઓફ 23.89% હતો. જે 2022 ના 15.28 ટકાના CRL કટ-ઓફ કરતાં વધુ હતું. ચાલો જોઈએ JEE Advanced ના છેલ્લા પાંચ વર્ષના કટ-ઓફ...
ADVERTISEMENT