ICAI CA Exam: ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI) એ CA પરીક્ષાઓ માટેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે, જેમાં હવે ચાર વિષયની પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચાર વિષયની ઓનલાઈન પરીક્ષા લેવાની હોવાથી તે ટેસ્ટ માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
4 પેપરની પરીક્ષા ઓનલાઈન લેવાશે
આ સાથે જ ઈન્ટરમીડિયેટ અને ફાઈનલમાં ચાર પેપર પણ ઘટાડ્યા છે. જેથી હવે આઠ પેપરને બદલે હવે ફક્ત છ પેપર લેવાશે. તો 4 પેપરની પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચોઃ Government Jobs: સરકારી નોકરીના આ ફૉર્મ તમે ભર્યા કે બાકી છે? જોઈ લો નહીંતર સુવર્ણ તક ગુમાવી બેસશો!!
ક્યાં સુધી કરી શકાશે અરજી?
ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઈન્ડિયા (ICAI) એ CA ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટ સપ્ટેમ્બર પરીક્ષા માટે તેનું શેડ્યૂલ બહાર પાડ્યું છે. આ માટે તમે અધિકૃત વેબસાઈટ icai.org પર જઈને પરીક્ષા સંબંધિત વધુ માહિતી પણ ચકાસી શકો છો. તમે CA ફાઉન્ડેશનની પરીક્ષા માટે 10મી ઓગસ્ટ 2024 સુધી અરજી કરી શકો છો, જ્યારે ઈન્ટરમીડિયેટ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ રાખવામાં આવી છે. તો 13મી ઓગસ્ટ સુધી લેટ ફીની સાથે તમે ફાઉન્ડેશન એકઝામ માટે અને 23 જુલાઈ સુધી ઈન્ટરમીડિયેટ માટે અરજી કરી શકશો.
ફોર્મ કરેક્શન વિંડો
આ સાથે જો તમારા અરજી ફોર્મમાં કોઈ ભૂલ છે, તો ચિંતા કરવાની કોઈ વાત નથી. CA ફાઉન્ડેશનની પરીક્ષા માટે ફોર્મ સુધારણા વિન્ડો 14 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ખુલવાની છે. તો 24 જુલાઈથી 26 જુલાઈ સુધી તમે ઈન્ટરમીડિએટ પરીક્ષા માટે તમારા ફોર્મમાં ફેરફાર કરી શકો છો. વાસ્તવમાં આ એક મહત્વપૂર્ણ તક છે જેના દ્વારા તમે તમારી અરજીમાં યોગ્ય સુધારો કરી શકો છો.
આ પણ વાંચોઃ IGI Aviation Recruitment 2024: એવિએશન સેક્ટરમાં નોકરીની મોટી તક, અરજી કરવાની છેલ્લી તારીખ નજીક
ક્યારે યોજાશે પરીક્ષા?
તમને જણાવી દઈએ કે CA ફાઉન્ડેશનની પરીક્ષા 13, 15, 18 અને 20 સપ્ટેમ્બર 2024ના રોજ યોજાવા જઈ રહી છે. જ્યારે ઇન્ટરમીડિયેટ પરીક્ષા 12મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર 2024 વચ્ચે યોજાશે. જો તમે પણ આ માટે અરજી કરી છે અથવા તેમ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે પણ આ તારીખોને ધ્યાનમાં રાખીને તમારી તૈયારીને યોગ્ય દિશામાં આગળ ધપાવવી જોઈએ.
ADVERTISEMENT