Gujarat Police Recruitment 2024: પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદરવારો માટે મહત્વની અપડેટ રહી આવી રહી છે. આજ રોજ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજીને આ જાણકારી આપી હતી. આપેલ માહિતીમાં તેમણે શારીરિક કસોટી, અરજી ફરી કરવા અંગેની બાબત અને કુલ અરજી અંગે જાણકારી આપી હતી.
ADVERTISEMENT
ક્યારે યોજાશે પોલીસની શારીરિક કસોટી
Gujarat Police Physical Exam Date 2024: પોલીસ ભરતીના ઉમેદવારો સૌથી મોટો પ્રશ્નએ હોય છે કે, શારીરિક કસોટી ક્યારે લેવામાં આવશે? તો તેના પર હસમુખ પટેલે જણાવ્યું કે, શારીરિક કસોટી ચોમાસ પછી લેવાશે. ઓકટોબર-નવેમ્બર મહિના આસપાસ પોલીસ ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવશે.
લોકરક્ષક અને PSI ભરતી મામલે મોટી અપડેટ, શું તમારે અરજી કરવાની બાકી છે?
ત્યારબાદ જો વાત કરવામાં આવે કે ફરી અરજી ક્યારે કરી શકાશે? તો તેમણે જણાવ્યું કે, ધોરણ 12 અને કોલેજના છેલ્લા વર્ષના વિધાર્થીઓ માટે અને જે લોકો યોગ્યતા ધરાવતા હશે તે ફરીથી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરીથી અરજી કરી શકશે. અરજી કરવા માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. ધો. 12 અને કોલેજ પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે આશરે 15 દિવસ માટે અરજી કરવાનો સમય પણ અપાશે. જેમાં લાયકાત ધરાવતા અન્ય સ્નાતકો કે 12 પાસ ઉમેદવારો અરજી કરી શકશે. પોલીસની PSI- LRDની ભરતી વિશે વાત કરવામાં આવે તો PSI માં સાડા ચાર લાખ અને LRD માટે સાડા નવ લાખ જેટલી અરજી મળી હોવાની વાત જણાવી હતી.
નવા નિયમ સાથે યોજાશે પરીક્ષા
આ વખતે પોલીસ ભરતી નવા નિયમો સાથે થશે. જે પ્રમાણે શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તે સિવાય શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.MCQ ટેસ્ટને બદલે 200 માર્ક્સનું એક જ પેપર લેવાશે.
શારીરિક કસોટી બાદ અગાઉ ઉમેદવારોને બે કલાકની 100 ગુણની MCQ TEST આપવાની રહેતી હતી. પરંતુ હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયોને હવે રદ્દ કરવામાં આવ્યા છે.
ક્યા પદ પર કેટલી ભરતી થશે?
ગુજરાત પોલીસ ભરતી વિભાગમાં 12472 પદો પર ભરતી કરવામં આવશે. જેમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.
ADVERTISEMENT