Gujarat Kheti Bank Bharti : ખેતી બેન્કમાં નોકરી કરવા માટે મોટી તક છે. ધી ગુજરાત સ્ટેટ અગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લિ. દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે. આ ભરતી અભિયાન અંતર્ગત 177 શાખાઓ અને 17 જિલ્લા કચેરીઓ ધરાવતી બેન્કમાં 237 જગ્યાઓ માટે નિમણુંક કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી રહી છે. જેમાં ધોરણ 10 પાસથી લઈને CA સુધીનો અભ્યાસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. જેમાં 15 હજારથી 75 હજાર સુધીનો પ્રતિ મહિને પગાર મળશે.
ADVERTISEMENT
કઈ કઈ પોસ્ટ માટે ભરતી?
ધી ગુજરાત સ્ટેટ અગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેન્ક લી. દ્વારા આસિસ્ટન્ટ જનલર મેનેજર, મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર (આઈટી), ફ્રેન્ટ ડેસ્ક ઓફિસર ગ્રેડ-A ફ્રન્ટ ડેસ્ક ઓફીસર ગ્રેડ-B, ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઇવર) અને ઓફિસ આસિસ્ટન્ટ (પ્યૂન) મળીને કુલ 237 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અરજી કઈ રીતે કરવી?
આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા ઉમેદવારોએ બેન્કની સત્તાવાર વેબસાઈટ www.khetibank.org અને એજન્સીની વેબસાઇટ www.ethosindia.com પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. જે ફોર્મમાં સંપૂર્ણ વિગતો ભરીને તારીખ 16 ઓગસ્ટ 2024 કે તે પહેલા નિયત સરનામા પર મોકલવાનું રહેશે. ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. View PDF
અરજી ફી કઈ રીતે ભરી શકશો?
અનુ.નં 1 થી 8ની કેટર માટેના અરજદારોએ બેંક તરફથી આપવામાં આવેલા નમુના મુજબની અજીની સાથે રૂપિયા 300 બેંકના QR કોડથી જમા કરાવવાના રહેશે. જ્યારે અનુ.નં. 9 અને 10ની કેડર માટેના અરજદારોએ બેંકના QR કોડથી રૂપિયા 150 જમા કરાવવાના રહેશે. જે નોન-રીફંડેબલ રહેશે.
અરજી કરવાનું સરનામું
ETHOS HR Management & Projects Pvt. Ltd., Ornet Arcade, 101-102, opp. AUDA Garden, Near Simandhar Jain Temple, Sumeru, Bodakdev, Ahmedabad, Gujarat 380054.
ભરતી અંગેની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે:
ADVERTISEMENT