Gujarat government scheme: જો તમે તમારા બાળકના અભ્યાસના ખર્ચને લઈ ચિંતા કરી રહ્યા છો, તો હવે બહુ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગુજરાત સરકાર દ્વારા 'શિક્ષિત ગુજરાત,વિકસિત ગુજરાત'ના નિર્માણ માટે કેટલી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય આપવામાં આવે છે. તો ચાલો જાણીએ આપણે આવી જ કેટલી યોજનાઓ વિશે જે માતા-પિતાને બાળકના અભ્યાસ માટે ખૂબ જ કામ લાગશે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)
હેતુ: તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય
ટ્યુશન ફી સહાય: ₹10 હજાર થી ₹2 લાખ સુધી (વાર્ષિક ધોરણે) (ટ્યુશન ફીના 50 ટકા અથવા મહત્તમ મર્યાદા બે પૈકી ઓછું હોય તે)
અરજી કરવા માટે: https://mysy.guj.nic.in
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN)
હેતુ: MBBSના અભ્યાસક્રમમાં કન્યાઓને પ્રોત્સાહન આપવા આર્થિક સહાય
સહાય: MBBSમાં અભ્યાસ કરતી કન્યાઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ મળેલ 50 ટકા ટ્યુશન ફી સહાય ઉપરાંત વધારાની ₹4 લાખ સુધીની ટ્યુશન ફી સહાય
અરજી કરવા માટે : https://mysy.guj.nic.in
મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના (CMSS)
હેતુ: અતિ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે જરૂરી આર્થિક સહાય
ટ્યુશન ફી સહાય: ₹10 હજાર થી ₹5 લાખ સુધી (વાર્ષિક ધોરણે)
અરજી કરવા માટે : https://scholarships.gujarat.gov.in
એજ્યુકેશન લોન પર વ્યાજ સબસિડી યોજના (ISEL)
હેતુ: તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દેશ-વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે
સહાય: ₹10 લાખ સુધીની એજ્યુકેશન લોન પર મોરિટેરીયમ પિરિયડ (કોર્સ સમયગાળો + 1 વર્ષ) સુધી લોન પર વ્યાજ સબસિડી
અરજી કરવા માટે: https://isel.guj.nic.in
આદિજાતિના બાળકોને ફ્રી-શીપ કાર્ડ સવલત
હેતુ: ફ્રી-શીપ કાર્ડ થકી વિદ્યાર્થી પોતાની કોલેજમાં પ્રવેશ સુનિશ્ચિત (કન્ફર્મ) કરી શકશે
સહાય: ફ્રી શીપ કાર્ડ ( શિષ્યવૃત્તિ સહાય )
અરજી કરવા માટે: https://www.digitalgujarat.gov.in
ADVERTISEMENT