Gujarat board Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ અને ગુજકેટ-2024ની પરીક્ષાના પરિણામ ગઇકાલે જાહેર કરી દેવામાં આવ્યા હતું. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું હતું, તો સામાન્ય પ્રવાહનું 91.93 ટકા પરિણામ આવ્યું હતું.
ADVERTISEMENT
અમદાવાદમાં ધો.12 ના ટોપર્સ વધ્યા
એવામાં અમદાવાદમાં ધો.12 ના ટોપર્સની સંખ્યામાં વધારો થયો છે. લાખો વિધાર્થીઓની મહેનત બાદ આટલું સારું પરિણામ મળતા રાજ્યભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો હવે આવતીકાલે ધો.10 ના વિધાર્થીઓના પરિણામને જાહેર થવાના છે અને બધા વિધાર્થીઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે એવી આશાઓ રાખીએ કે ધો.10 ના વિધાર્થીઓનું પરિણામ પણ સારું રહે.
Gujarat Board Result: આવતીકાલે ધોરણ 10નું પરિણામ, રિઝલ્ટ જોવા આ નંબર ફટાફટ સેવ કરી લો
સામાન્ય પ્રવાહમાં ટોપર (List Of Toppers In General Stream)
ટોપરની વાત કરીએ તો આ વર્ષે સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં સુરતની ગીતા રાજપૂતે બાજી મારી લીધી છે. તેને 99.83% મળ્યા છે. તો અમદાવાદની ભાવિષા પટેલ 99.75% સાથે બીજી નંબરે અને વડોદરાની દિવ્યા ઠાકર 99.50% સાથે ત્રીજા નંબરે છે.
વિજ્ઞાન પ્રવાહમાં ટોપર (List Of Toppers In Science Stream)
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું કુલ રિઝલ્ટ 82.45% આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટના ધ્રુવ પટેલે 99.71% મળ્યા છે. તે પ્રથમ નંબરે છે. તો બીજા નંબરે ભાગનગરની ઈશા મહેતા છે, તેને 99.67% આવ્યા છે. ગાંધીનગરના જીજ્ઞેશ સોલંકી 99.56% સાથે ત્રીજા નંબરે છે.
આવતી કાલે ધો.10 ના વિધાર્થીઓનું પરિણામ
GSEB SSC પરીક્ષાનું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે ઉમેદવારોએ બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gseb.org/ ની મુલાકાત લેવી પડશે. જે ઉમેદવારોએ આ વર્ષની ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષા આપી છે તેઓ સત્તાવાર વેબસાઇટ અને વોટ્સએપ નંબર પર મેસેજ કરીને પરિણામ જોઈ શકે છે.
આ રીતે ચેક કરો રિઝલ્ટ
- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ https://www.gseb.org/ પર જાઓ.
- વેબસાઈટ પર GSEB SSC Result 2024 લિંક પર ક્લિક કરો.
- પછી રોલ નંબર અને આઈડી નંબર વગેરે જેવી વિગતો દાખલ કરો અને સબમિટ બટન દબાવો
- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.
ADVERTISEMENT