School Leaving Certificate: તાજેતરમાં જ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યા. જેમાં ધો.12નું પરિણામ બોર્ડના પરિણામ બાદ વિદ્યાર્થીઓ પોતાના કરિયર માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેતા હોય છે. જોકે આગળના ધોરણ કે કોલેજમાં એડમિશન માટે LC (લિવિંગ સર્ટિફિકેટ) ખૂબ જરૂરી હોય છે. ત્યારે ગુજરાત બોર્ડ દ્વારા ધો.10-12ના વિદ્યાર્થીઓને પરિણામ બાદ અપાતા LCમાં કઈ તારીખ લખવી તે અંગે નોટિફિકેશન જાહેર કરીને સૂચના આપવામાં આવી છે.
ADVERTISEMENT
LCમાં સ્કૂલે કઈ તારીખ લખવી?
ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ DEOને પરિપત્ર કર્યો છે અને જણાવ્યું છે કે, ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થઈ ગયા છે. પરિણામ જાહેર થયા બાદ ધોરણ 10, ધો.12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના શાળા છોડ્યાની તારીખ તરીકે બોર્ડના પરિણામની તારીખ દર્શાવવાની રહેશે.
સ્કૂલોમાં તારીખને લઈને મૂંઝવણ
નોંધનીય છે કે, જ્યારે દર વર્ષે ધો.10-12 બોર્ડનું પરિણામ મેના અંતમાં અથવા જૂનમાં આવતું હોય છે જેથી સ્કૂલો LCમાં 31મી મે જ શાળા છોડ્યાની તારીખ લખતી હતી. જોકે આ વર્ષે બોર્ડનું પરિણામ વહેલા જાહેર થયું છે. LC વહેલા આપવાના હોવાથી શાળા છોડ્યાની તારીખ 31 મે ન લખી શકાય એવામાં ઘણી સ્કૂલો તારીખને લઈને મૂંઝવણમાં હતી. ઘણી સ્કૂલોએ સત્ર પૂરું થયાની તારીખ અને મહિનાના અંતની તારીખ લિવિંગ સર્ટિફિકેટમાં લખી નાખી હતી. એવામાં હવે બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરીને પરિણામની તારીખને જ અંતિમ તારીખ તરીકે LCમાં લખવામાં આવે તેવો આદેશ અપાયો છે.
ADVERTISEMENT