Gujarat Board Class 10th Result 2024: ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવાનો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
કઈ તારીખે જાહેર થશે ધોરણ 10નું પરિણામ?
આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ હવે ધોરણ 10નું પરિણામ 11 તારીખે જાહેર થશે. તારીખ 11 મેના રોજ સવારે આઠ વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર થશે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર જઈને બોર્ડની પરીક્ષાનું પરિણામ જોઈ શકશે. આ સાથે જ વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું રિઝલ્ટ મેળવી શકશે.
માર્ચ મહિનામાં લેવાઈ હતી પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી ચાલી હતી. આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી હતી. ત્યારે હવે ધોરણ 10ની પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે.
ધોરણ 12નું પરિણામ જાહેર
આજે ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. પરિણામ જાહેર થયા બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ બંછાનિધિ પાનીએ જણાવ્યું કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 91.92 ટકા, ધોરણ 12 વ્યવસાયલક્ષી પ્રવાહનું 89.35 ટકા, ધોરણ 12 ઉત્તર બુનિયાદી પ્રવાહનું 93.85 ટકા પરિણામ આવ્યું છે.
ADVERTISEMENT