ADVERTISEMENT
Gujarat Board Calender: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટેનું શાળાકીય પ્રવૃત્તિનું કેલેન્ડર જાહેર કરાયું છે. જેમાં વર્ષ દરમિયાનની શાળાકીય પ્રવૃત્તિઓનું લિસ્ટ છે. ખાસ વાત એ છે કે આ વખતે ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરી મહિનામાં શરૂ થશે. ઉપરાંત દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી અને ઉનાળું વેકેશન 5 મેથી 8 જૂન સુધીનું રહેશે.
ક્યારથી શરૂ થશે બોર્ડની પરીક્ષા?
શિક્ષણ બોર્ડે 2024-25 માટેનું એકેડમિક કેલેન્ડર જાહેર કર્યું છે. તેમાં પ્રથમ સત્રમાં 108 દિવસ તથા બીજા સત્રમાં 135 દિવસ રહેશે. તો 21 દિવસનું દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી શરૂ થસે. જ્યારે 35 દિવસનું ઉનાળું વેકેશન 5 મેથી શરૂ થશે. ખાસ વાત એ છે કે ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ દરમિયાન યોજાશે. જ્યારે ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7થી 19મી એપ્રિલ 2025 દરમિયાન યોજાશે. વર્ષ દરમિયાન પ્રથમ અને બીજા સત્રમાં કુલ 18 દિવસની જાહેર રજાઓ રહેશે.
કઈ તારીખે કયા તહેવાની રજા?
તારીખ | તહેવાર |
17 જૂન | બકરીઈદ |
17 જુલાઈ | મોહરમ |
15 ઓગસ્ટ | સ્વતંત્રતા દિવસ/પતેતી |
19 ઓગસ્ટ | રક્ષાબંધન |
26 ઓગસ્ટ | જન્માષ્ટમી |
9 સપ્ટેમ્બર | સંવત્સરી (ગણેશ ચતુર્થી) |
16 સપ્ટેમ્બર | ઈદ-એ-મિલાદ |
2 ઓક્ટોબર | ગાંધી જયંતી |
12 ઓક્ટોબર | દશેરા |
25 ડિસેમ્બર | નાતાલ |
14 જાન્યુઆરી | મકરસંક્રાતિ |
26 ફેબ્રુઆરી | મહા શિવરાત્રી |
15 માર્ચ | ધૂળેટી |
31 માર્ચ | રમજાન ઈદ |
10 એપ્રિલ | મહાવીર જયંતિ |
14 એપ્રિલ | આંબેડકર જયંતિ |
18 એપ્રિલ | ગુડ ફ્રાઈડે |
29 એપ્રિલ | પરશુરામ જયંતિ |
ADVERTISEMENT