GSEB SSC Board Exam: ધો.10માં નાપાસ વિદ્યાર્થીઓ ચિંતા ન કરશો, ફટાફટ ભરી દો પૂરક પરીક્ષાના ફોર્મ

GSEB Board Re-Exam: ગુજરાત બોર્ડ દ્વારા ગત 11 મેના રોદ ધો.10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે બોર્ડનું 82.56 ટકા પરિણામ આવ્યું છે.

SSC Board Exam

SSC Board Exam

follow google news

GSEB Board Re-Exam: ગુજરાત બોર્ડ દ્વારા ગત 11 મેના રોદ ધો.10 બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. આ વર્ષે બોર્ડનું 82.56 ટકા પરિણામ આવ્યું છે. આ વર્ષે બોર્ડમાં 706370 નિયમિત વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 699598 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા અને 577556 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 122,042 વિદ્યાર્થીઓ એક અથવા વધુ વિષયમાં નાપાસ થયા હતા. ત્યારે પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ અને પોતાના માર્ક્સથી સંતુષ્ય ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે.

આ પણ વાંચો: GSEB 10th Result 2024 Topper: માતા-પિતાની આશા પર ખરી ઉતરી રુત્વા, ધો.10 ના પરિણામમાં કર્યું ટોપ

પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ થઈ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10નું પરિણામ જાહેર કર્યા બાદ 13 મેના રોજ સાંજે 5 વાગ્યાથી પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ 20 મે સાંજે 5 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકશે. આ માટે શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org, ssc.gseb.org વેબસાઈ પર જઈને રજીસ્ટ્રેશન કરી શકશે. વિદ્યાર્થીઓ માત્ર ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન સિવાય અન્ય કોઈ માધ્યમથી પૂરક પરીક્ષા માટે ફોર્મ સ્વીકારવામાં આવશે. ફોર્મ માટેની અરજી ફી SBIની કોઈપણ બ્રાન્ચમાં ભરી શકાશે.

આ પણ વાંચો: GSEB 10th Result 2024 Topper: ધોરણ 10 આશ્વીનું જોરદાર પરિણામ, જુઓ કેવી રીતે બોર્ડ મેળવ્યો A1 ગ્રેડ 

ધો.10માં 3 વિષય સુધી પૂરક પરીક્ષા આપી શકાશે

નોંધનીય છે કે, ગુજરાત બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરાયા છે. જે મુજબ ધો.10માં ગત વર્ષે બે જ વિષયમાં ફેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકતા હતા. એની જગ્યાએ આ વર્ષે 3 વિષય સુધીની છૂટ આપી છે. એટલે કે 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ પણ પૂરક પરીક્ષા આપી શકશે. આવી જ રીતે ધો.12 સામાન્ય પ્રવાહમાં 1 જ વિષયની અંદર પૂરક પરીક્ષા આપી શકાતી હતી. તેની જગ્યાએ આ વર્ષે 2 વિષય મૂકવામાં આવ્યા છે.
 

    follow whatsapp