GSSSB Recruitment 2024: ગુજરાતમાં લાખો યુવાનો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે, જે તમામ ઉમેદવારો માટે એક ખુશખબર મળી રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 60 જગ્યા પર એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GSSSB દ્વારા પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની ઓનલાઈન અરજી પ્રક્રિયા તારીખ 16 જુલાઈથી શરૂ થઈ ગઈ છે, લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ 31 જુલાઈ 2024 સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે. આ ભરતીમાં અરજી કરવા માટે બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ માટે 400 રૂપિયા ફી ભરવાની રહેશે.
ADVERTISEMENT
અરજી કેવી રીતે કરવી?
- સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જવું.
- ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરવું
- ઉમેદવારે જાહેરાત ક્રમાંક અને સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
- અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
- અરજી સબમિટ થઈ જાય પછી રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.
શૈક્ષણિક લાયકાત
- સરકાર દ્વારા માન્ય કોઈપણ યુનિવર્સિટીઓમાંથી સામાજિક કાર્ય અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનમાં મુખ્ય વિષય સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
- ગુજરાત સિવિલ સર્વિસીસમાં નિર્ધારિત કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જરૂરી છે
- ગુજરાતી કે હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન
વાંચો સંપૂર્ણ નોટિફિકેશન: View PDF
પગાર ધોરણ
પ્રોબિશન અધિકારી વર્ગ 3ની જગ્યા પર નિમણૂંક ઉમેદવારો માટે પગાર ધોરણની વાત કરીએ તો સરકાર દ્વારા નક્કી કરેલા ઠરાવો આધારે પગાર ધોરણ અને અન્ય ભથ્થાં મળવા પાત્ર છે. ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ફીક્સ પગાર ₹ 40,800 મળશે અને નિયમિત નિમણૂકનું આરઓપી 2016 મુજબનું પગાર ધોરણ ₹ 29,200- ₹ 92,300 લેવલ-5 રહેશે
વાત ફાયદાની: પરીક્ષા વગર જ પોસ્ટમાં સરકારી નોકરી, 10મું પાસ ઉમેદવાર તરત જ કરો અરજી
વય મર્યાદા
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા નિયામક, સમાજ સુરક્ષાની કચેરી હસ્તકની પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી વધારે અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ.
ADVERTISEMENT